________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૩૧ ].
કરતાં લીંબપત્ર વચ્ચે વીંટાળીને એક સુંદર પેટીમાં મૂકી ગંગા નદીના પ્રવાહમાં તરતી મૂકવી એ શ્રેયસ્કર છે. એમ ધારી તેમણે તેમજ કર્યું, પરંતુ ચોમાસાના દિવસને લીધે અતિશય વરસાદ પડવાથી ગંગા નદીના પૂરે પવન જેમ વહાણને ખેંચી લઈ જાય તેમ કાંઠાના વૃક્ષોની સાથે તે પેટને સમુદ્રમાં તાણ. તે પેટી તરતી તરતી તારે હાથ આવી. ત્યારપછી વૃત્તાંત તે તું જાણે છે, માટે ખરેખર એ તારી પુત્રીજ છે.”
હવે તારી માતાનું આશ્ચર્યજનક વૃત્તાંત તું સાવધાન થઈ સાંભળ:–
“તે સમર નામા પહેલી પતિના સિન્યથી જેમ સૂર્યકાંત મણિ પાસે આવવાથી દુકસહ દાવાનળ (વનનો અગ્નિ) પણ ઝાંખો પડી જાય તેમ, સૂરકાંત રાજા પણ નિસ્તેજ બની ગયે, એટલે તેની સામે યુદ્ધ કરવા સમર્થ ન થઈ શકે. તેણે પોતાના નગરના દરવાજા બંધ કરીને પર્વત જેટલા ઊંચા ગઢ (કીલા) સજજ કરી જળ, ઈધણુ, ધાન્ય, તૃણાદિકને નગરમાં સંગ્રહ કરી લઈ ગઢના ઉપર એવા તો શૂરવીર સુભટો આયુધ સહિત ગઢવી ઊભા રાખ્યા કે, કોઈ પણ સાહસિક થઈ ખરેખર નગર સામે હલ્લો કરવા આવી શકે નહિ. જો કે આવી રીતનો સૂરકાંત રાજાએ પોતાના નગરનો જાપતો રાખ્યો છે, તો પણ તે પલ્લીપતિના સુભટે જેમ મહામુનિ મહારાજાને ભેદવા દાવ તપાસે છે, તેમ તે નગરને ભેદવા દાવ તકાસવા લાગ્યા. યદ્યપિ તે કિલ્લા ઉપર રહેલા સુભટ ઉપરથી બાણનો વરસાદ વરસાવતા હતા, તે પણ જેમ હાથી અંકુશને ન ગણકારે તેમ, સમરનું સૈન્ય તેને (બાણના વરસાદને ) તૃણ બરાબર ગણી એકદમ સામા ધસી આવી, જેમ જૂનાં માટીનાં વાસણને એક પથ્થરવડે ભાંગી નાખે, તેમ તે નગરના મેટા પણ દરવાજાના ભારે લોખંડના ઘણવડે તત્કાળ ચૂરેચરા કરી નદીના પૂરની પેઠે એકદમ નગરમાં પ્રવેશ કરવા લાગ્યું. તે વખતે તારો પિતા સમ શેઠ પોતાની સ્ત્રીને મેળવવાની ઉત્કંઠાને લીધે સન્યના અગ્ર ભાગમાં હોવાથી તેમાં પ્રવેશ કરતાં જ શત્રુસેન્ટ તરફથી આવતાં બાણના પ્રહારથી તત્કાળ મરણ પામ્યા. મનમાં શું ધારેલું હોય, પણ દેવ કંઈનું કંઈ કરી નાંખે છે. સ્ત્રીને માટે આટલો બધો સમારંભ (ઉદ્યમ) કર્યો પરંતુ તેમાંથી પોતાનું જ મરણ નિપજયું. કથાસંગ્રહમાં ગ્રંથકારે કહેવું છે કે,
अनं गयस्स हियए अनं वाहस्स उरगस्स ।
अन्नं सियालहियए अन्नं हियए कयंतस्स ॥ १ ॥ હસ્તિ, પારધી, સર્પ અને શિયાળના મનમાં ચહાય તે વિચાર ધારેલ હોય, પણ યમના હૃદયમાં જુદું જ હોય છે. જ
હવે ભયથી અત્યન્ત વિહલ હદયવાળ સૂરકાંત રાજા પણ પોતાનું નગર છેડીને તરત જ કયાંક નાશી ગયો, કેમકે પાપીઓનો જય કયાંથી હોય જેમ શિકારીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org