________________
પંચમ પ્રકાશ : : વર્ષકૃત્ય.
ચોમાસા સંબંધી કૃત્ય કર્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથાના અગીઆર દ્વારવડે વર્ષ કૃત્ય કહે છે.
(મૂત્રાણા) पइवरिस संघच्चण-साहम्मिअ भत्तिजत्ततिंग ॥ १२ ॥ जिणगिहि एहवणं जिणधण-वुड्डी महपूअधम्मजागरिआ ॥
સુagar Gir, તઃ તિરથામાવળા સોહી | શરૂ I શ્રાવકે દરવર્ષે જઘન્યથી એક વાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધમીક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાહી યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરને વિષે સનાત્ર મહોત્સવ, ૫ માળા પહેરવી, ઇદ્રમાળા વગેરે પહેરવી, પહેરામણુ કરવી, ધેતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણી પૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મ કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિને વિષે ધર્મજાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલેયણ શ્રી સંઘની પૂજા. એટલાં ધમ કૃત્યો યથાશકિત કરવાં જોઈએ.
તેમાં શ્રીસંઘની પૂજામાં પિતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકકૃત આદિ દેષ રહિત વતુ ગુરૂમહારાજને આપવી. તે વસ્તુ એ કે;–વસ્ત્ર, કંબળ, પ્રેછનક, સૂત્ર, ઉન, પાત્રા, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંડે, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારે ચીપી, કાગળ, ખડીયા, લેખને સંગ્રહ પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે-વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચ પ્રકારનું પુસ્તક, કંબળ, પાદમાંછનક, દાંડે, સંથાર, સિજજા તથા બીજું પણ
ઓધિક તથા ઓપગ્રહિક મુહપત્તિ પુછણું વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય આપવું. પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે “જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંયતપણે વસ્તુને પરિવાર એટલે પરિભેગ (સેવન) કરનાર અસંયત કહેવાય છે.” અહિં પરિહાર શબ્દને અર્થ પરિગ કરનારો એ કર્યો તેનું કારણ કે પરિણufભોજો એવું વચન છે તેથી અસંયતપણે જે પરિગ કરવો એ અર્થ થાય છે, એમ પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org