________________
चतुर्थ चातुर्मासिक-छत्यप्रकाश ।
[ ૩૭૨ ]
સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતા નથી, તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે જમણુ કરનાર પુરૂષે દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિયે કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળે, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કેઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયે. એટલામાં સર્વાને દિવ્ય આભૂષણ પહેરેલે એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે નેહપૂર્વક તેની સાથે કેટલી વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવાં બે રત્ન આપ્યાં. કુમારે “ તું કોણ છે?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી હારું ચરિત્ર જાણીશ.”
પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહને ઉષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભેગવે છે.” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રનના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પિતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજય ઉપર બેસારી પિતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ ચલાવવા લાગ્યા. એક વખતે ત્રણ જ્ઞાનના ધણ થએલા દેવશર્મા રાજર્ષિએ કુમારને પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે –“ક્ષમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતું, તેણે ગુરૂની પાસે પિતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હતું, તે પણ દરેક વર્ષકાળના ચોમાસામાં રાત્રિભેજનનો તથા મધ, મધ, માંસસેવનને નિયમ કરતે હતે. પછી તે ચાકર મરણ પામ્યા અને તેને જીવ તું રાજકુમાર થયે, અને સુવ્રત શેઠને જીવ મહોટે ઋદ્ધિવંત દેવતા થયે. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રને આપ્યાં” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે, અને ઘણા પ્રકારના નિયમ પાળીને વગેર ગયો. ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે.
ચાતુર્માસિક કૃત્યે અંગે લૈકિક શાસ્ત્રોનું સમર્થન. લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ત્રાષિએ પૂછયું કે, “હે બ્રહ્મદેવ! વિઘણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વજવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?” બ્રહ્મદેવે કહ્યું. “હે વસિષ્ઠ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતો નથી, પરંતુ વષકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ ભેગનિદ્રામાં રહે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org