________________
[ રૂ૧૮ ]
श्राद्धविधिप्रकरण |
આ રીતેજ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ ચતના રાખવી. ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબધી શાસ્ત્રમાં પણ કહ્યું છે.
{1};
જે ઘરમાં વેધ આદિ દોષ ન હાય, આખું દળ ( પાષાણુ, ઇંટ અને લાકડાં ) નવુ હાય, ઘણાં બારણાં ન હેાય, ધાન્યના સંગ્રહ હાય, દેવપૂજા થતી હાય, આદરથી જળ વગેરેના છંટકાવ થતા હાય, લાલ પડદો હાય, વાળવું વગેરે સ`સ્કાર હંમેશાં થતા હાય, ન્હાના મ્હાટાની મર્યાદા સારી રીતે પળાતી હાય, સૂર્યના કિરણું અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતા હાય, રાગીયાની ચાકરી ઘણી સારી રીતે થતી હાય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરાતા હાય, તે ઘરમાં લક્ષ્મી વાસેા કરે છે. આ રીતે દેશ, કાળ, પાતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવુ` બંધાવેલુ' ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂર્ત તથા શકુન વગેજૈતુ મળ પણું ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવુ'. આ રીતે યથાવિધિ બનાવેલાં ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી.
વિધિપૂર્વક અધાએલા ઘરના લાભ અંગે દૃષ્ટાંત
એમ સ'ભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામા શેઠે અઢાર ક્રોડ સાનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળા મહેલ તૈયાર કરાવ્યા. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રીએ પડું કે? પડું કે ? એવા શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યા. વિક્રમરાજા તે મહેલમાં ગયા અને પડું કે? પડું કે? એવા શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું-પડે. કે તુરતજ સુવર્ણ પૂરૂષ પડ્યો, વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રીમુનિસુવ્રત સ્વામિના સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાના ધણી હતા, તથાપિ તે વિશાળા નગરીને બાર વર્ષમાં પણ લઇ શકયા નહિ. ભ્રષ્ટ થએલા ફૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નખાવ્યેા ત્યારે તે જ વખતે નગરી તાખામાં લીધી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી, તે પ્રમાણે દુકાન પણ સારા પાડાશ જોઇ ઘણું જાહેર નહિ, તથા ઘણું' ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારૂ છે. કેમ કે તેથીજ ધર્મ, અર્થ અને કામ એમની સિદ્ધ થાય છે. ઇતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ . ( ૧ )
ઉચિત વિદ્યાનું ગ્રહણુ.
ત્રિવર્ગ સિદ્ધિનું કારણ એ પટ્ટાના સંબંધ બીજા દ્વારમાં પણુ લેવાય છે, તેથી એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International