________________
[ ૪૦૦ ]
श्राद्धविधिप्रकरण ।
""
છે. જેમ પેાતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કાઇ અન્યધર્મીની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેના પતિ પરધી હાવાથી તેના ઉપર રાગ રહિત થયા. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સ રાખી શ્રીમતીને કહ્યું કે, “ ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ. નવકાર મરણની મહિમાથી સર્પની પુષ્પમાળા થઇ. પછી શ્રીમતીના પતિ વગેરે લેાકેા શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તે ઉત્તમ સુખ, ધમ તથા મ્હોટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણિ સ્ત્રી વગેરેનાં દ્રષ્ટાંત સમજવાં.
વર અને કન્યાના ગુણદોષ.
સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણુ તથા જન્મપત્રિકાની તપાસ વગેરે કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે—૧ કુલ, ૨ શીલ, ૩ સગાંવહાલાં, ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. એ ઉપરાંત કન્યા પાતાના ભાગ્યના આધાર ઉપર રહે છે, મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂર, મેાક્ષની ઇચ્છા કરનારા અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળા એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચય લાગે એટલી સપત્તિવાળા, ઘણા જ ઠંડા અથવા ઘણુંા જ ક્રોધી, હાથે, પગે અથવા કોઇ પણુ અંગે અપંગ તથા રાગી એવા વરને પણુ કન્યા ન આપવી. કુળ તથા જાતિવર્ડ હીન, પેાતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હાય એવા વરને કન્યા ન આપવી ઘણું વેર તથા અપવાદવાળા, હુંમેશાં જેટલું ધન મળે તે સર્વનું ખરચ કરનારા, આળસ થી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચારી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. પેાતાના પતિ વગેરે લેાકાની સાથે નિષ્કપટપણે વનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બવર્ગ ઉપર સ્નેહવાળી અને હમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલ સ્ત્રી હાય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હાય, સ્રો મન માફક વનારી હાય, અને મન ધરાય એટલી સંપત્તિ હાય; તે પુરુષને આ મ લાક સ્વર્ગ સમાન છે.
વિવાહના આ ભેદ.
અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારના છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું. તે બ્રાહ્ય વિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ૩ ગામો બળદનું જોડુ આપીને કન્યાદાન કરવું તે આર્ય વિશ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org