Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 413
________________ [ ૪૦૮ ] श्राविधिप्रकरण । ચંડપ્રદ્યોત બને વિષયાસક્ત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી. એક વખતે કંબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમાર કહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતા હતા, પણ જવાની ઉતાવળથી અધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, “જેમ મહારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરો.” નાગે કે કહ્યું “તેમજ થશે.” ચંડપ્રતિ રાજા વિદિશાપુરીનું હારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અધી પૂજા કરી અહિં આવ્યે તેથી આવતા કાળમાં તે પ્રતિમા પોતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે, અને મિથ્યાષ્ટિએ તેની પૂજા કરશે. આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિ માની બહાર સ્થાપના કરશે. વિષાદ ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તે પાછો ગયે. હવે વિતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદનો સ્ત્રાવ થએલો જોઈ લેકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રદ્યોત રાજા આ હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સેળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચઢાઈ કરી. માર્ગમાં ઉહાળાની ઋતુને લીધે પાણીની અડચણને લીધે રાજાએ પ્રભાવતીનો જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવ ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર બેસીને આવ્યું, તેથી પ્રતિજ્ઞા ભંગ કરવાનો દેષ ચંડપ્રદ્યોતને માથે પડ્યો. પછી હાથીના પગ શસ્ત્રવડે વિંધાયાથી તે પડ્યો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે મહારી દાસીનો પતિ એવી છાપ ચડી. પછી ઉઠાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગયે. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણે પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત માત્ર પણ સ્થાનકથી બેસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, “જઈશ તે વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પાછો વળે. રસ્તામાં ચોમાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરી પર્વને દિવસે ઉદાયત રાજાએ ઉપવાસ કર્યો. રસેઇયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે,–“આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષે આપશે” એવો ભય ઉત્પન્ન થયે, તેથી તેણે કહ્યું કે, “તેં ઠીક યાદ કરાવ્યું હારે પણ ઉપવાસ છે. મહારા માતા પિતા શ્રાવક હતા તે જાણી ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું , તથાપિત એ , તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422