Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 409
________________ [ ૪૦૪ ] ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ધડી સુવર્ણ બનાવેલે કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યું. તથા સુવર્ણમય દંડ, ધ્વજા વગેરે આપ્યાં અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રશ્ન યાચક જનને આપ્યા. પહેલા જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલા નેવ્યાસી હજાર છદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તે છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ટ લેકેએ પણ નવાં જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણું કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે-બુદ્ધિશાળી પુરૂષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી, કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મંદિરમાં તાંબાની હૂંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જે મંદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ. જેમ કે, માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ટમય ચૈત્યને સ્થાનકે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્દેવથી મરી ગયે. તે પછી એક પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહ ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજજન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “ મહારાજ ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યને સંગ્રહ કરી રાખે છે ” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જઈ હર્ષ પામી છે કે, “આ મંદિર કોણે બનાવ્યું?” સજજને કહ્યું. “મહારાજા સાહેબે કરાવ્યું.” આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજજને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે, “આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે યે અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ . આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્યજ ગ્રહણ કર્યું, અને તેને નેમિનાથજીના મંદિર ખાતે પૂજાને સારૂ બાર ગામ આપ્યાં. તેમજ જીવતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ તે પ્રતિમાની પૂજાને સારૂ બાર હજાર ગામ આખાં, તે વાત નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422