________________
[ ૪૦૨ ]
श्राद्धविधिप्रकरण ।
चेइअपडिमपइट्टा सुआइपव्वावणा य पयठवणा । पुत्थयलेहणवायण-पोसहसालाइ कारवणं ।। १५ ॥
જિનમન્દિર, તેમજ (૫) ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતું, ભરત ચક્રવત વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નખચિત, સેનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય હેટે જિનપ્રાસાદ કરાવો. તેટલી શકિત ન હોય તો ઉત્તમ કાઇ, ઇટ વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શકિત ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમ કે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણુ, બુદ્ધિમાન, શુભ પરિણામ અને સદાચારી એ શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે. દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેથી ભક્તિનો લવલેશ પણ તેને મળે નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધાર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પોતાને મનુષ્યભવ નકામો ગુમાવ્યું. જે પુરુષ જિનપ્રતિમાને સારુ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય? વળી જે પુણ્યશાળી મનુષ્ય શુભ પરિણામથી મહેસું, મજબત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તે વાત જ શી ? તે અતિ ધન્ય પુરુષ તો પરલોકે સારી મતિવાલા વિમાનવાસી દેવતા થાય છે. જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથર, લાકડાં વગેરે), મજૂર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વ ઊચિત વિધિ અહિં વિશેષે કરી જાણો. કહ્યું છે કે– ધર્મ કરવાને સારૂ ઉદ્યમાન થએલા પુરૂષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરે તે પ્રેયસ્કર છે.
આ વાતમાં ભગવાન મહાવીર સ્વામીનું દષ્ટાંત છે. તે ભગવાને “મહારા રહેવાથી આ તાપસને અપ્રીતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે” એમ જાણું ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો જિનમંદિર બનાવવાને અર્થે કાઈ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પિતાને સારૂ આરંભ સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય, તેજ કામ આવે. રાંક એવા મજૂર લેકે વધુ મજૂરી આપવાથી ઘણે સંવૈષ પામે છે, અને સંતોષવાળા થઈ પહેલા કરતાં વધારે કામ કરે છે. જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂં ગુરૂ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” પડશકમાં કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org