________________
छट्ठो जन्म-कृत्यप्रकाश ।
| [ ૩૨૭ ]
વૃક્ષાથી થતી લાભહાનિ. જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઊગે છે, તે ઘરનો સમૂળ નાશ થાય છે. ઘરમાં જેમાંથી દૂધ નીકળે એવા ઝાડ હોય તો તે લક્ષમીને નાશ કરે છે, કાંટાવાળા હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળા હોય તે સંતતિને નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવા નહી, કોઈ ગ્રંથકાર કહે છે કે-ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે.
ઘરની બાંધણી. ઘરના પૂર્વ ભાગમાં લક્ષમીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાએ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવાં, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર ( લાંબાં પહોળાં) ઘર બંધાવવામાં કરે. સંતેષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વિગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત ( પ્રમાણવાળા) દ્વારવાળું જ જોઈએ. કેમકે, ઘણાં બારણું હોય તો દુષ્ટ લેકની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત ( પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણું મજબુત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે; નહિ તો ઉપર કહ્યા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. કમાંડ પણ સુખે વસાય અને ઊઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં; નહિ તે અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શી ન થાય. ભીતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સવિી નહિ; કારણ કે તેથી પંચેંદ્રિય વગેરે જીવની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તે જરજત વગેરે બરાબર જોઈને વાંસવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org