________________
छठो जन्म-कृत्यप्रकाश ।
[ ૩૧ ]
દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઊગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ. પિલી હોય તે દારિદ્ર, ફાટવાળી હોય તે મરણ અને શલ્યવાળી હોય તે દુઃખ આપે છે, માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તે તેથીજ માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તે રાજાદિથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શક્ય નીકળે તે બાળકને નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શક્ય નીકળે તે ગાય બળદને નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભમ વિગેરે નીકળે તે તેથી મરણ થાય. વિગેરે.
ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો. પહેલે અને ચોથે પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર વજા વગેરેની છાંયા સદા કાળ દુઃખ આપનારી છે. અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માય,
હવણ જળ, વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલા વાનાં ઉત્તમ છે. તેમજ કહ્યું છે કે–અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવ એમની દષ્ટિ, વાસુદેવને ડાબે ભાગ એ વર્જવા. ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે, પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણુ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દેષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લેકને અશુભકારી છે, પણ ચંડાળ વગેરે નીચ જાતિને દ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દેષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તાના બળથી જાણવાં.
સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું, પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં. તેમ કરવાથી ધર્માર્થ– કામનો નાશ થવાને સંભવ છે. આ રીતે જ ઇંટે, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા આરંભ વગેરે દોષ લાગવાને સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દષ્ટાંત. 3 ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તે લેવી નહીં. કેમકે તેથી ઘણું હાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org