________________
[ ૩૨૪]
શ્રાવિધિના !
નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનારા એટલા લોકોને પાડોશ પિતાના ઘર આગળ અથવા, દુકાન આગળ પણ સારા માણસે તજવે. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમંદિર પાસે ઘર હોય તે દુઃખ થાય, ચૌટામાં હોય તે હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રનો તથા ધનને નાશ થાય. પિતાનું હિત ઈચ્છનારો બુદ્ધિશાળી પુરૂષ મૂર્ખ, અધમી, પાખંડી, પતિત, ચેર, રાગી, ક્રોધી, ચંઠાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભેગવનાર, વેરી, પિતાના સ્વામિને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા એમને પાડોશ તજે, કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમનાં વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જેવાથી માણસ પોતે સદ્દગુણ હોય, તે પણ તેના ગુણની હાનિ થાય. પાડોશણે જેને ખીર સંપાદન કરી આપી, તે સંગમ નામા શાલિભદ્રને જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વદિવસે મુનિને વહરાવનાર પાડોશણના સાસુ સસરાને ખોટું સમજાવનારી સેમભટ્ટની ભાર્યો ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી.
અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલે ભાગ હેવાથી ચાર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસ્તિવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હોય તે પણ સારું નહિ કેમકે, ચારે તરફ બીજાં ઘરે આવેલાં હોવાથી તે ઘરની પિતાની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું. અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે.
ભૂમિની પરીક્ષા.
ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દેષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમજ દૂવાઓ, કૃપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણું હોય, એવું તથા સારા વર્ણની એને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું હોવું જોઈએ. કહ્યું છે કે –ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉન્હા સ્પર્શવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્ડા સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊંડી ભૂમિ ખોદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી. જે માટી વધે તે શ્રેષ્ઠ. બરાબર થાય તે મધ્યમ અને ઓછી થાય તે અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તે તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે છે તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તે મધ્યમ અને તે કરતાં વધારે ઓછી થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ જાય તે મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org