Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 395
________________ [ ૩૧૦ ] भारविधिप्रकरण। સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે વયંવર મંડપમાં પરણી, પણ હદે વથી ચારીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈન ધર્મને વિષે ઘણીજ તત્પર રહી. એક વખતે તે વીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષમણ એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીને વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયભોગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી. ” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણ સાધ્વી ઠેકાણે આવી અને પતાવો કરવા લાગી. “હવે હું આલાયણ શી રીતે કરીશ ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. તથાપિ શય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલયણ કરવા પોતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતે એક કાંટે પગમાં ભાંગે. તે અપશુકન થયા એમ સમજી લક્ષમણું મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત?” એમ બીજા કેઈ અપરાધીને હાને પૂછી આલયણ લીધી, પણ શરમને અંગે અને હેટાઈને ભંગ થશે એવી બીકથી લક્ષમણએ પિતાનું નામ જાહેર કર્યું નહિ પછી તે દેષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે-વિગય રહિતપણે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભેજનવડે બે વર્ષ, માસખમણ તપસ્યા સોળ વર્ષ, અને આંબિલ તપસ્યા વીસ વર્ષ આ રીતે લમણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષમણા સાવી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવમાં ઘણું આકરાં દુઃખ જોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરને તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું કે-શલ્યવાળ જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એ પણ વૈદ્ય પિતાનો રોગ બીજા વૈદ્યને કહીને જ સાજે થાય, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય. ૭ તેમજ આલેયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવંત! જીવ આલેયણા લેવાવડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) ઋજુભાવને પામેલે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશય, નિયાણશય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસદને બાધ નથી, અને પૂર્વે બાંધ્યું હોય તો તેની નિર્ભર કરે છે. આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422