________________
[ રૂ૮૮ ]
આદિવાળી
રહરણ વગેરે ન રાખનાર, બ્રહ્મચર્ય પાળનાર, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાયી સહિત હોય છે. ચારિત્ર તથા સાધુને વેષ મૂકી ગૃહસ્થ થએલે તે પશ્ચાદ્ભૂત કહેવાય છે. ઉપર કહેલા પાસસ્થાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્કાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તે તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કરે, અને આલેયણા લેવી. પશ્ચાદ્ભૂતને તે બે ઘડીનું સામાયિક તથા સાધુને વેષ આપી વિધિ સહિત આલેયણા લેવી. ઉપર કહેલા પાસત્કાદિકને યોગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચૈત્યને વિષે
જ્યાં ઘણુ વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષને આલેયણા આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગઢષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી તેને પ્રસન્ન કરી તેની પાસે આલેયણા લેવી, કદાચ તે સમયને દેવતા ચ હોય, અને બીજે ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જેગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ મહેતું રાખીને અરિહંતની તથા સિદ્ધોની સમક્ષ આવે. પણ આલેયા વગેરે ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતું નથી.
પિતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલેયણા આપવાથી થતું હિત ન જણે, તો તે પુરુષ પિતાને અને આલયણ લેનારને પણ સંસારમાં પાડે છે.
આલેચના સમયની શુદ્ધિ. જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલેયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આવવું. માયા, મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલેયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપેટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણું ઘણું આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આવે તે જરૂર આરાધક કહેવાતું નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમ વચનને વિચાર કરી તથા શલ્યને ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી.
આયણ લેનારના દશ દે, હવે આલોયણા લેનારના દશ દેષ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org