________________
[ ૩૭૮ ]
श्राविधिप्रकरण ।
વાત્સલય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આમૂનામાં સંઘપતિએ ત્રણસો સાઠ સાધમી ભાઈએને પોતાના સરખા કર્યા. કહ્યું છે કે –તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતો શું ઉપગ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં વૃક્ષો કાછમયનાં કાછમય રહે છે, પણ સેના રૂપનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ, કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા, લિંબડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામા શ્રેષ્ટિએ પંચપરમેષ્ઠિ મંત્રને પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવ
ના ટંક આપ્યા. એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી નવ વાર નવકાર બેલે, ત્યારે તેણે તેને નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે.
યાત્રાઓ.
આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કેર–૧ અઠ્ઠાહી યાત્રા ૨ રથયાત્રા અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જન કહે છે. તેમાં ૧ અઠ્ઠાહી યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે જે અઠ્ઠાહી યાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે.
૨ સંપ્રતિરાજાની રથયાત્રા, રથયાત્રા તે હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટ પર્વમાં કહી છે, તે એ રીતે કે – પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતી નગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષ સંઘે ચિત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય પણ દરરોજ સંઘની સાથે ચિત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજ ન્હાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતો હતે. ત્યયાત્રાઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કેમકે, યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિજ્ય રત્નની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સૂર્યના રથ સરખો રથ થશાળામાંથી નીકળે. વિધિના જાણું અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમા સ્નાત્ર પૂજા વગેરે કર્યું. અરિહંતનું નાત્ર કર્યું, ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું, જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘાથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી ઉત્પન્ન થએલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ
, મેરૂપર્વત. ૨, વૈતાઢ્ય પર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org