Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 386
________________ ત્રમ વે- માય | [ ૩૮૨ ] તિલક કરવાના ઉત્સવ કરાવવા. સ ંધનુ જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સધનું કામ કરનારા વગેરે લેાકેાને ચેાગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હાય, તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગોમાં સર્વ સાધર્મીઓની સારી પેઠે સારસભાળ કરવી. કાઇનું ગાડાનું પૈડુ ભાંગે, અથવા ખીજી કાંઇ હરકત આવે તે પોતે તેમને સર્વ શક્તિએ ચેાગ્ય મદદ કરવી. દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મ્હાટી ધ્વજા ચઢાવવી. ચૈત્યપરિપાટી વગેરે મ્હોટા ઉત્સવ કરવા. છીદ્ધાર વગેરેના પણ વિચાર કરવા. તીનાં દન થયે સેાનુ, રત્ન, માત્તી આદિ વસ્તુવડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજોને વહેરાવવી. સાધર્મિકવાત્સલ્ય કરવુ. ઉચિતપણું દાન વગેરે આપવુ તથા મ્હોટા પ્રવેશે।ત્સવ કરવા. તીર્થે દાખલ થયા પછી પહેલા હર્ષોંથી પૂજા, ઢોકન વગેરે આદરથી કરવુ, અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવુ, માળ પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ફૂલધર, કૅલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્રમય ધ્વજાનું દાન કોઈને હરકત ન પડે એવું દાન ( સદાવત ), રાત્રિજાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થં પ્રાપ્તિનિમિત્ત ઉપવાસ, છઠ્ઠું વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચેખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી. જાતજાતના ચાવીશ, ખાવન, ખેતેર અથવા એકસા આઠ ક્ળે અથવા ખીજી જાતજાતની એટલી જ વસ્તુઓ તથા સ ભક્ષ્ય અને ભ્રાય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમી વગેરે ઉત્તમ વજ્રના ચ'બ્રુઆ, પહેરામણી, અગલૂછણાં, દીવાને સારું તેલ, ધેાતિયા, ચંદન, કેસર, ભાગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, જિંગાનિકા, કળશ, ધૂપધાણુ, આતિ, આભૂષણુ, દીવીએ, ચામર, નાળીવાળા કળશ, થાલીએ કચાળા, ઘટાઓ, ઝલરી, પટતુ વગેરે વાજિંત્રા આપવાં. સુતાર વગેરેના સત્કાર કરવેશ. તીની સેવા, વિષ્ણુસતા તીના ઉદ્ધાર તથા તીના રક્ષક લેાકેાના સત્કાર કરવા. તીર્થને ગરાસ આપવા. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવુ, યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધમ કૃત્યા કરવાં. યાચકાને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવુ'; કેમકે યાચકા પણ દેવના, ગુરુના તથા સંઘના ગુશેા ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવતી વગેરે લેાકેા જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સાનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે—સાડાબાર ક્રાડ સાનૈયા જેટલું, ચક્રવતીનું પ્રતિદાન જાણવુ. આ રીતે યાત્રા કરી પાછેા વળતા સંધવી ઘણા ઉત્સવથી પેાતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાÊાનાદિ ઉત્સવથી કરે, અને એક વર્ષ સુધી તીર્થાપવાસ વગેરે કરે, આ રીતે તીર્થયાત્રાના વિધિ કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422