Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 374
________________ चतुर्थ चातुर्मासिक-कृत्यप्रकाश । [ ૨૬૧ ] રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે જોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યફ પ્રકારે જેઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ તેવી રીતે સમારવાવડે ઉચિત થતના રાખવી. તેમજ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇન્દ્રિયજય, ગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગીયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રણી તપ, સંસારતારણ તપ, અઠાઈ, પક્ષખમણ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈને ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસંવિભા ગને અવશ્ય લાભ લે. વગેરે. પૂર્વાચાર્યોએ કહેલાં ચાતુમાસિક અભિગ્રહો. પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે –જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુ મોસિક અભિગ્રહ હોય છે. તેને અનુક્રમ આ પ્રમાણે -તત્ર જ્ઞાનાચારને વિષે મૂળસૂત્ર વાંચવારૂપ સાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું, અને શક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસ જ્ઞાનની પૂજા કરવી. (૧) દશનાચારને વિષે જિનમંદિરમાં કાજે કાઢ, લીંપવું, ગુહલી માંડવી વગેરે જિનપૂજા, ચેત્યવંદન અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં (૨) ચારિત્રાચારને વિષે જળ મૂકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ચંડાળ પાડવા નહિં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં, ત્રસ જીવની રક્ષા કરવી. કેઈને આળ ન દેવું, આક્રોશ ન કરે, કઠોર વચન ન બોલવું, દેવ ગુરૂના સેગન ન ખાવા, ચાડી ન કરવી તથા પારકે અવર્ણવાદ ન બેલ. પિતાની તથા માતાની દ્રષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરૂષની સેવા ન કરવી, ધન ધાન્ય વગેરે નવવિધ પરિબ્રહનું પરિમાણુ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરે. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવે, અધભૂમીએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂ પણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તુરી એ વસ્તુનું પરિમાણુ કરવું, તથા રન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, - દાડમ, ઉરતિય, નાળિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીરાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422