________________
[ ૨૭૦ ]
श्राद्धविधिप्रकरण |
કાકડી, અખરોટ, વાયમલ, કાર્ડ, ટિંબરૂ, બિન્રીફળ, આમલી, એર, ખિલ્લુક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદાં, ભેારડ, લિંબુ, આમ્લવેતસ એમનુ અથાણુ, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અન ંતકાય પણ એક પછી એક વવા. તથા વિગઇનું અને વિગષ્ટની અ ંદર આવનારી વસ્તુનુ પરિમાણુ કરવું. વજ્ર ધેાવાં, લિપવું, ખેત્ર ખણુવું, હેવરાવવું, બીજાની જૂં કાઢવી, ક્ષેત્ર સ ંબધી જાતજાતનાં કામે, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવુ, ઉટપણું લગાડવું વગેરેના ઘટાડા કરવા. તથા ખાટી સાક્ષી પૂરવી નહીં, દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ ખાઢવાનું, પાણી લાવવાનું, કપડાં ધેાવાનુ, ન્હાવાનું', પીવાનું, અગ્નિ સળગાવવાનુ, દીવા કરવાનું, પવન નાખવાનુ, લીલેાત્રી કાપવાનું, મ્હોટા ડિલેાની સાથે છૂટથી ખેલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષ સ્ત્રીની સાથે એસવું, સૂવું, ખેલવું, એવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણુ રાખવું, દિશિનું માન રાખવું, તથા લાગેાપભાગનું પણ પરિમાણુ રાખવું. તેમજ સર્વે અનર્થ દડના સ ંક્ષેપ કરવા, સામાયિક પૌષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કાંઇ કમી કરવું. ખાંડવું, દળવું, રાંધવુ, જમવુ, ખણુવુ, વસ્ત્રાદિ રંગવુ, કાંતવુ, પીંજવું, લેહવું, ઘર વગેરે ધેાળાવવું, લીંપવું, ઝાટકવુ', વાહન ઉપર ચઢવુ, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, એણુ કરવુ, વગેરે કાર્યાને વિષે દરરોજ બનતા સુધી સંવર રાખવે. ભણવુ', જિનમંદિરે દČન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ગણવુ, એટલાં કામેાને વિષે તથા જિનમ ંદિરનાં સર્વે કામેાને વિષે ઉદ્યમ કરવા. આઠમ, ચૌદશ, કલ્યાણુક તિથિમાં તપ વિશેષ કરેલા હાય તેના લેાકેાને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપનમહાત્સવ કરવા. ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં, તથા ઓષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધીક વાત્સલ્ય કરવું, અને ગુરૂને વિનય સાચવવા. દર મદ્ધિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસવિભાગ યથાશક્તિ કરવા. ” આ રીતે શ્રાવક શ્રાવિકાના ચામાસા સંબંધી નિયમ કહ્યા છે,
રાજકુમારનું કથાનક,
હવે આ વિષય સંબંધી આ પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા. તેને ઘણા પુત્ર હતા. તેમાં વિજયશ્રી રાણીના પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયા, એમ જાણી રાજાએ તેને આદરસન્માન દેવાયું મૂકી દીધુ. એમ કરવામાં રાજાના એવા અભિપ્રાય હતા કે, “ બીજા પુત્રા અદેખાઈથી એને મારી નાંખે નહી. ” તેથી રાજકુમારને ઘણું દુ:ખ થયું. તે મનમાં વિચારવા લાગ્યે કે, “ પગથી હણાયલી ધૂળ પણ હણનારને માથે ચઢે છે, માટે મૂગે મેાઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે મ્હારે અહિં રહીને શું કરવુ છે? હું હુવે પરદેશ જઇશ, કેમકે—જે પુરૂષ ઘરમાંથી
બહાર નીકળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org