________________
[ ૨૭૮ ]
૨૨ ગુરૂએ કંઈ કામ માટે લાવ્યા છતાં શું કહે છે ? એમ ઉત્તર કરે તે આશાતાના લાગે. ૨૩ ગુરૂએ કંઈ કહે થકે તેજ વચનથી જવાબ કરે કે તમે જ કરો ને ? તે આશાતના લાગે. ૨૪ ગુરૂનું વ્યાખ્યાન સાંભળીને મનમાં રાજી ન થતાં ઉલટ મનમાં દુઃખ પામે તે
આશાતના લાગે. ૨૫ ગુરૂ કંઈક કહેતા હોય તે વચ્ચે બોલવા લાગી જાય કે એ એમ નથી, હું કહું છું
તેમ છે, એમ કહી ગુરૂ કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ૨૬ ગુરૂ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પિતે વાત કહેવા મંડી જાય તે આશા
તના લાગે. ર૭ ગુરૂની પર્ષદા (પરખદા) ભાંગી નાખે, જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલે
હણ વેળા થઈ એમ કહી સર્વને ઉઠાડી મૂકે તે ગુરૂનું અપમાન કર્યું કહેવાય તેથી
પણ આશાતના લાગે. ૨૮ ગુરૂએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા
માટે તે તે કથાને વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કીધું
ગણવાથી આશાતના સમજવી. ૨૯ ગુરૂની શય્યા(આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦ ગુરૂના સંથારા(સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય છે. ૩૧ ગુરૂના આસન ઉપર પિતેજ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨ ગુરૂથી ઊંચા આસને બેસે તે આશાતના થાય. ૩૩ ગુરૂથી સરખે આસને બેસે તોપણ આશાતના થાય.
આવશ્યક ચૂર્ણમાં તે “ગુરૂ કહેતા હોય તે સાંભળી વચમાં જ પિતે બેલે કે હા એમ છે ” તોપણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઊચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણાવી તેત્રીસ જ રાખી જણાય છે.
ગુરૂની વળી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે.
૧ ગુરૂને પગ પ્રમુખથી સંઘદૃન કરવું તે જઘન્ય આશાતના ૨ સળેખમ, બળખો અને થુંકને છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના; અને ૩ ગુરૂનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તે પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તે પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બેલે તે ઉત્કૃષ્ટ આશાતના.
સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમતેમ ફેરવતાં વસ્ત્રસ્પર્શ કે અંગસ્પર્શ કે પગને સ્પર્શ કરે તે જઘન્ય આશાતના ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org