________________
[ ૨૪ ]
भादविधिप्रकरण |
*
આંસુધારાના મહાનાથી અંદર રહેલા દુ:ખને વમતા ન હાય ! તેવી રીતે ગદ્ગદ સ્વરથી કહેવા લાગ્યા.“ હું ભલા પાપટ ! હું ઉત્તમ કુમાર ! તમારી બરાબરી કરી શકે એવા જગતમાં કાણુ છે? કારણ કે અનુક ંપાપાત્ર એવા મ્હારે વિષે એબી તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પેાતાને અથવા પાતાના કુટુંબીઓને દુ:ખો જોઇ દુ:ખી થયેલા ક્રાણુ દેખાતા નથી ? પણ પારકા દુઃખથી દુ:ખી થનારા પુરૂષા ત્રણે જગતમાં હશે તેા માત્ર બે ત્રણજ હશે. હું છે કે-શૂરવીર, પડિત તથા પેાતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢ્ય લેાકા, પૃથ્વી ઉપર પગલે પગલે હજારા જોવામાં આવશે, પણ જે પુરૂષનું મન પારકા દુ:ખી માણસને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુ:ખી થાય એવા સતપુરૂષ! જગતમાં પાંચ કે છ જ હશે. સ્ત્રીએ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સત્પુરૂષ સિવાય બીજો કાણુ રક્ષણ કરનારો છે ? માટે ૐ કુમાર ! મ્હારી જે હકીકત છે તે હું ત્હારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હાય ? ” તાપસ કુમાર આામ આવે છે, એટલામાં મટ્ઠાન્મત્ત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારા, એક સરખી ઉછેળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કાઇ વખતે જોવામાં ન આવેલા ઘનધાર ધૂમાડામાં અતિશય ગ કરનારા, ન સ`ભળાય એવા મહાભયંકર ઘુત્કાર શબ્દથી દિશાઓમાં રહેનાશ માણસેાના ક્રાનને પણ જજર કરનારા, તાપસ કુમારના પાતાના વૃત્તાંત કહે. વાના મારથરૂપ રથને ખળાત્કારથી ભાંગી નાંખી પાતાના પ્રભજન એવા નામને યથાર્થ કરનારા, અકસ્માત ચઢી આવેલા મહાનદીના પૂરની પેઠે સમગ્ર વસ્તુને ડુમાડનારા તથા તાકાની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એવા પવન સખત વેગથી વાવા લાગ્યા. પછી કાબેલ ચારની માફક મંત્રથીજ કે શું ! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણુ કર્યાં. ત્યારે પાર્ટ અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસ કુમારને વિલાપ માત્ર સાંભળ્યે તે નીચે પ્રમાણે:
હાય હાય! ઘણી વિપત્તિ આવી પડી !! સકળ લેાકાના આધાર, અતિશય સુંદર સંપૂર્ણ લેાકાના મનનું વિશ્રાંતિ સ્થાનક, મ્હાટા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હું કુમાર ! આ દુ:ખમાંથી મને બચાવ, ખચાવ ! ” ક્રોધી યુદ્ધ કરવા સના થએલા રત્નસાર. “ અરે પાપી ! મ્હારા જીવિતના જીવન એવા તાપસ કુમારને હરણ કરીને કયાં જાય છે ? ” એમ ઉચ્ચ સ્વરે કહી તથા વિષ સર્પ સરખી વિકરાળ તરવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઇ વેગથી તેની પછવાડે દાડયા. ભલે, પેાતાને શૂરવીર સમજનાર લેાકેાનો રીતિ એવી જ છે. વીજળીની પેઠે અતિશય વેગથી રત્નસાર થોડાક દૂર ગયા, એટલામાં રત્નસારના અદ્ભૂત ચિરત્રથી અજાયબ થયેલા પાપઢે કહ્યું કે, “હું રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
66