________________
ચતુર્થ પ્રકાશ : : ચાતુર્માસિકકૃત્ય. ––
– પર્વ કૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે
पइचउमासं समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥ વિસ્તારાર્થ – શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક માતાને વિર્ષ પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિગ્રહ પરિમાણ વ્રત પૂર્વે જે લીધું હોય, તેણે પણ દરેક ચેમાસામાં 5 એવા નિયમ અંગીકાર કરવા. વષોકાળના ચોમાસામાં તો ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેનાં ફળને ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઓચિત્ય જાણવું.
બે પ્રકારના નિયમ.
તે નિયમ બે પ્રકારના છે. એક દુઃખે પળાય એવા, તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકેને સંચિત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરૂષની વાત એથી ઊલટી છે. એમ છે, તે પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવતીએ તથા શાલિભદ્ર વગેરે લેકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરૂષે દીક્ષા લેતા નથી,
ત્યાં સુધી મેરૂપર્વત ઉચો છે, સમુદ્ર સ્તર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાને ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org