________________
[ ૩૨૬ ]
શ્રાવિધિના |
ઊભું રહી તે દેવતા જય જયકાર બોલે, અને આશ્ચર્યથી ચકિત થએલા કુમારને કહેવા લાગ્યું કે, “હે કુમાર ! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તી, તેમ તું સત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તું પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હારાવડે ખરેખર રત્નગ ( રત્નવાળી ) અને વીરવતી થઈ. જેનું મન મેરુપર્વતની ચલાની માફક નિશ્ચળ, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુ જ સારી વાત કરી. ઇંદ્રને સેનાપતિ હરિશેગમેષી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, તે બરાબર છે. ”
દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચક્તિ થઈ પૂછયું કે, “હરિગમેષી નામે શ્રેષ્ઠ દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એ હું છું તો હારી કેમ પ્રશંસા કરે છે?” દેવતાએ કહ્યું. સાંભળ, કહું. એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થએલા હોવાથી સધર્મેદ્ર અને ઈશાનંદ્ર એ બનેમાં વિમાનની બાબતમાં વિવાદ પડયો. સૌધર્મેદ્રનાં વિમાન બત્રીસ લાખ, અને ઈશાનંદ્રનાં અઠ્ઠાવીશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. માટે આ સંસારને ધિક્કાર થાઓ ! વિમાનની ઋદ્ધિના લેશિયા એવા તે બંને જણાના બે રાજાઓની પેઠે બાહયુદ્ધ તથા બીજા પણ ઘણું સંગ્રામ અનેક વાર થયા. તિર્યંચમાં કલહ થાય તે મનુષ્યો શીધ્ર તેમને શાંત પાડે છે, મનુષ્યમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે, દેવતાઓમાં કલહ થાય તો તેમના ઈંદ્ર મટાડે છે, પણ ઈકો જ જે માંહોમાંહે કલહ કરે તો તેને વજીના અગ્નિ માફક શાંત પાડો અશક્ય છે. કેણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહારને મટાડનારૂં હવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બને જણ શાંત થયા. હવણ જળનો એવો મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઇંઢોએ માંહોમાંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ પૂર્વની વ્યવસ્થા આ રીતે છે” એમ કહ્યું.
ઠીક જ છે, બુદ્ધિશાળી પુરૂષે અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે: “દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે, તેટલાં સૌધર્મ ઈનાં છે, અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઈશાન ઇદ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઈંદ્રક વિમાન છે, તે સૌધર્મ ઇદ્રનાં છે. તે જ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે, તેમાંનાં અર્ધા સૌધર્મ ઈદ્રનાં અને અર્ધા ઈશાન ઇંદ્રનાં છે. સનસ્કુમાર તથા માહેંદ્ર દેવલોકમાં પણ એ જ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઇંદ્રક વિમાન તે ગોળ આકારનાં જ હોય છે. ” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બને ઇકો ચિત્તમાં સ્થિરતા રાખી, વેર મૂકી માંહોમાંહે પ્રીતિ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org