________________
[ રૂ૪૨ ].
श्राद्धविधिप्रकरण ।
કાયાની પચીશ પચ્ચીશ પડિલેહણા કરવી. ઊઠી, ઊભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને વંદના કરવી. તેમાં બત્રીશ દેષ ટાળવા અને પચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઈ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮) પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને “સમુદિનો િવગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯) પછી વાંદણ દઈ પાંચ આદિ યતિઓ હોય તે ત્રણ વાર ખમાવે. પછી વાંદણા દઈ મારિયા ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. (૧૦) આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ગ કરી બે લેગસ ચિંતવવા. (૧૧) પછી યથાવિધિ કાઉસગ્ગ પારીને સમ્યકત્વ શુદ્ધિને અર્થે પ્રગટ લેગસ્સા કહે. તેમજ સર્વ લોકને વિષે રહેલા અરિહંત ચેત્યોની આરાધનાને માટે કાઉસગ્ગ કરી તેમાં એક લેગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક વધારી થઈને કાઉસગ્ગ પારે. તે પછી શ્રતશુદ્ધિને માટે પુખરવરદી કહે. (૧૨-૧૩) પછી પચીશ ઉરસને કાઉસગ્ન કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભ દિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪) પછી શ્રતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીનો કાઉસ્સગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રીદેવીની થઈ સાંભળે અથવા પોતે કહે. (૧૫) એ જ રીતે ક્ષેત્રવતાનો કાઉસગ્ન કરી તેની થઈ સાંભળે અથવા પોતે કરે. પછી પંચ મંગળ કહી સંડાસા પ્રમાઈને નીચે બેસે. (૧૬) પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરૂને વાંદણાં દેવાં. તે પછી “ છો અgraf” કહી ઢીંચણ ઉપર બેસવું. (૧૭) ગુરૂ સ્તુતિ કહી “નમોડતુ માના” વગેરે ત્રણ થઈ ઉચ્ચ સ્વરે કહેવી, તે પછી નમસ્કુણું કહી પ્રાયશ્ચિતને માટે કાઉસ્સગ્ન કર. (૧૮)
રાઈ પ્રતિક્રમણની વિધિ. આ રીતે દેવસી પ્રતિક્રમણ વિધિ કહ્યો. રાઈ પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલેજ વિશેષ છે કે–પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શકસ્તવ કહેવું. (૧૯) ઊઠીને યથાવિધિ કાઉસગ કરે અને તેમાં લેગસ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજે કાઉસગ કરી તેમાં પણ લેગસ જ ચિંતવે. (૨૦) ત્રીજા કાઉસ્સગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાઈ બેસે. (૨૧) પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લેગસ સૂત્રના પાઠ સુધી કરવું. તે પછી વંદના, ખામણાં, પાછી વંદના કરી થઈની ત્રણ ગાથા કહી કાઉસગ્ગ કરે. (૨૨) તે કાઉસ્સગમાં આ રીતે ચિંતવે કે-“જેથી મ્હારા સંયમયેગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરૂં. પહેલાં છમાસી તપ કરવાની તે હારામાં શક્તિ નથી. (૨૩) છમાસીમાં એક દિવસ એ છે, બે દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org