________________
[ ૨૧૦ ].
श्राद्धविधिप्रकरण ।
તેમજ ચાર શરણું અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને ખમાવવા અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરે. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલા નવકાર ગણિ
*जह मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।
आहारमुवहि देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવે. એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનને અભ્યાસ અનાદિ કાળનો છે, અને વેદને ઉદય ખમ બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય, કેમ કે –જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરૂષ હોય તે પણ તે સ્ત્રી પાસે હાય તે પિગળી જાય છે. પુરૂષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાદા પુરૂષનું કહેવું છે, માટે મેહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી છેટું સ્વપ્ન અથવા દુસ્વપ્ન આવતું નથી. ધર્મની બાબતમાંજ સારાં સ્વપ્ન આવે છે. બીજું, સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતો માણસ પરાધીન હેવાથી, આપદા ઘણું હોવાથી, આયુષ્ય સોપક્રમ હેવાથી તથા કર્મગતિ વિચિત્ર હેવાથી કદાચ મરણ પામે તે પણ તેની શુભ ગતિજ થાય. કેમકે, “છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં કપટી સાધુએ હણેલા પિસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું.
કામરાગને વિજ્ય કેવી રીતે કરવો ? હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઉંધ ઊડી જાય, ત્યારે અનાદિ કાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. “અશુચિપણું વગેરે” એમાં વગેરે શબ્દ કહ્યો છે, માટે જંબુસ્વામી, સ્થળભદ્ર સ્વામી આદિ મહેટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ રિથતિ, અને ધર્મના મારથ મનમાં ચિંતવવા. તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું,નિંદ્યપણું વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિજી મ.એ અ મકલ૫દ્રમમાં કહ્યું છે કે અરે જીવ! ચામડી, હાડકાં, મજજા, આંતરડા, ચરબી, લેહી, માંસ, વિણા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદગળના સકંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે,
* જો આ રાત્રીમાં આ દેહથી હું જુદો થા, તે આ દેહ, આહાર અને ઉપાધિ એ સર્વને વિવિધ કરી સિરાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org