________________
-
- -
-
- -
-
[ રૂપ
]
श्राविधिप्रकरण ।
:{}}
સુશ્રાવકે સંવત્સરીની, ચોમાસીની તથા અઠ્ઠાઈની તિથિને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણેને વિષે તત્પર રહેવું. સર્વે અઠ્ઠાઈઓમાં ચિત્રની અને આસોની અઠ્ઠાઈઓ શાશ્વતી છે, કારણ કે, તે બને અઠ્ઠાઈઓને વિષે વૈમાનિક દેવતા પણ નંદીશ્વર દ્વીપ આદિ તીર્થોને વિષે તીર્થયાત્રા આદિ ઉત્સવ કરે છે. કેમકે બે યાત્રાઓ શાશ્વતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસો માસને વિષે અઢાઈ મહિમરૂપ થાય છે. એ બને યાત્રાઓ શાશ્વતી છે. તેને સર્વે દેવતાઓ તથા વિદ્યાધરે નંદીશ્વરદ્વીપને વિષે કરે છે, તથા મનુષ્ય પોતપોતાના સ્થાનકેને વિષે કરે છે. તેમજ ત્રણ માસી, સંવત્સરી, છ પર્વતિથિઓ, તથા તીર્થકરના જન્માદિ કલ્યાણુક વગેરેને વિષે યાત્રાઓ કરે છે, તે અશાશ્વતી જાણવી. જીવાભિગમ સૂત્રમાં તો આ રીતે કહ્યું છે કે–ઘણું ભવનપતિ, વાણુમંતર, તિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીશ્વર દ્વીપને વિષે ત્રણ માસીએ તથા સંવત્સરીએ ઘણા મહિમાથી અઠ્ઠાઈ મહેત્સવ કરે છે.
ઉદયતિથિનું પ્રામાય.
પ્રભાત વખતે પચ્ચખાણ કરવાની વેળાએ જે તિથિ આવે તે પ્રમાણભૂત ગણાય છે. સૂર્યોદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે –
चाउम्मासिअ वरिसे, पख्खि अ पंचट्ठमीसु नायव्वा ॥ ताओ तिहीओ जासिं, उदेई सूरो न अण्णाओ॥१॥
पूआ पच्चख्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च ॥ जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥ २॥ उदयंमि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । आणाभंगमणवत्था, मिच्छत्त विराहणं पावे ॥३॥
પારાશરસ્મૃતિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–જે તિથિ સૂર્યોદયની વેળાએ થેડી પણ હોય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી, પરંતુ ઉદય વેળાએ નહિ છતાં તે પછી ઘણે કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રીઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે-તિથિને ક્ષય થાય તે તેની પૂર્વની તિથિ કરવી, તથા વૃદ્ધિ થાય તે બીજી કરવી, અને શ્રી વીર ભગવાનનાં જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક લેકેને અનુસરીને કરવાં, અરિહંતનાં જન્માદિ પાંચ કલયાણુક પણ પર્વતિથિરૂપ જ જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તે વિશેષ પર્વ તિથિ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org