________________
तृतीय पर्व-कृत्यप्रकाश ।
[ રૂપ ]
૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથી કહી છે. બીજ બે પ્રકારને ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગીઆરશ અગીઆર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદ પૂર્વેની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠ્ઠાઈ, માસી વગેરે ઘણાં પર્વો છે.
આરંભ અને સચિત્તાહારનો ત્યાગ. પર્વને દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે પણ છેડામાં થોડો વધે અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હવાથી, તે કરવામાં ઘણે આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વજ" એમ સમજવું. માછલાઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ ઈચછ ગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હમેશાં સચિત્ત આહાર વજેવો જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તે પર્વને દિવસે તે જરૂર વજે જ જોઈએ. તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે દેવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડ બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, ખાંડવું, પીસવું, પાન ફેલ ફળ વગેરે તેડવાં, સચિત્ત ખડી, ૨મચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વજેવા. પોતાના કુટુંબન નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલાક આરંભ તે ગૃહસ્થ કર પડે, પણ સચિત આહારનો ત્યાગ કરે પિતાના હાથમાં હેવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણું માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારને ત્યાગ કરી ન શકાય, તે એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કર.
અાઈઓની વિચારણા. તેમજ આની તથા ચિત્રની અઠ્ઠાઇ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, માસાની તથા સંવત્સરીની અઠ્ઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવસરી વગેરે જેને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org