________________
તૃતીય પ્રકાશ પર્વકૃત્ય
રાત્રિકૃત્ય કહ્યું, હવે પકૃત્ય કહીએ છીએ. पव्वेसु पोसहाई बंभअणारंमतवविसेसाइ ॥
आसेाअचित्तअष्टाहिअपमुहेसु विसेसेणं ॥११॥ સુશ્રાવકે પને વિષે તથા ઘણું કરી આ મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઈ-( ઓળી)–ને વિષે પિષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જી અને ઘણુ તપસ્યા વગેરે કરવી. (૧૧)
પિષને (ધર્મની પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પિષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાં. તમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોને વિષે પિષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે–જિનમતમાં સર્વે કાળ પવને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તયા ચૌદશને વિષે અવશ્ય પિષધ કરો. ઉપર પિષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવાજ કાંઈ યેાગ્ય કારણથી પિષધ ન કરી શકાય, તે બે વાર પ્રતિકમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેને અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વેને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે, ઉપવાસ વગર તપસ્યા શક્તિ માફક પહેલા કરતાં વધારે કરવી. ગાથામાં આદિ શબ્દ છે તેથી નાત્ર, ચિત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હમેશાં જેટલું દેવગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. 'કેમ કે–જે દરરોજ ધર્મની ક્રિયા સમ્યક પ્રકારે પાળો. તે તો ઘણે લાભ છે; પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તો અવશ્ય પાળો. દસેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મને પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી.
પર્વ દિવસો અને તેનું ફલ. અન્યદર્શની લેક પણ અગીઆરશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલેક આરંભ વર્જે છે, અને ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોને વિષે પણ પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તે સર્વે પર્વદિવસે અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન કહ્યા છે, તે આ રીતે –આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org