________________
[ રૂ૫૨ ].
શ્રાવિધિના
અહે! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. ત્યારે જ્યારે પણ અમારી પાસેથી કયાંય પણ ન જવું. હું હારી સહાયથી ઉતાવળથી જન્મને તથા મરણને ઉછેદ કરું છું. કોણ જાણે ફરીથી હારે અને મહારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણેની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરે આપણું હાથમાં છે, એમ છતાં “ફલાણે હોટે ગુણ છે. ” એ વાત કેણ જીવતો પુરૂષ સહન કરી શકે ? ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલે મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગત્માં મહિમા વધે છે, પણ હેટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતું નથી. જુઓ, કેવડાનાં મોટાં અને જૂનાં પાંદડાં કેરે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે. તેમજ, જેથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશને ત્યાગ કરવાથી તે તે દોષને નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉભત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કષાયને ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી. એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ધ આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યથી જૂદા રહ્યા હતા.
નારકી આદિની વેદનાઓ.
હવે, સંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુઃખ ઘણું ભેગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુઃખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે–સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શાસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધમી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મિંચાય એટલા કાળ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે. હે ગૌતમ ! નારકી જ નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે. મનુષ્ય ભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હેવાથી દુઃખ જ છે. કહ્યું છે કે–હે ગૌતમ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં વેંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં નિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાકોડગણુ વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનને નાશ, મરણ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવે મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ય અને રાગ એથી ઘણે ઉદ્દેશ પામીને મરી જાય છે. દેવ ભાવમાં પણ યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે. વળી કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org