________________
તિર ત્રિ-જાવા
[ ૨૦૩ ]
ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તે પણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મહારામાં શક્તિ નથી. (૨૪) માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી ત, સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછ કરતાં ઠેઠ ચેથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શક્તિ નથી. એમજ આંબિલ આદિ, પરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. (૨૫) ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણું દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચખાણ લેવું. (૨૬) પછી
છાનો અશુટ્ટિ કહી નીચે બેસી ધીમા સવરથી ત્રણ થઈને પાઠ કહે તે પછી નાજુi વગેરે કહી ચિત્યવંદન કરવું. (૨૭).
પકખી પ્રતિક્રમણની વિધિ. હવે ચૌદશે કરવાનું પખી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૨૮) પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણું તથા અતિચારની આલોચના કરી, પછી વાંદના તથા પ્રત્યેક ખામણું કરવાં. પછી વાંદણ પછી પકખીસૂત્ર કહેવું. (૨૯) પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસગ્ગ કરો. તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણું દઈ પાર્યતિક ખામણાં કરે અને ચાર થોભિવંદના કરે. (૩૦) પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભુવનદેવતાનો કાઉસ્સગ કરે અને અજિત શાંતિ કહે. (૩૧)
ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણની વિધિ. એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણ તેમાં એટલે વિશેષ કે-૫ખી પ્રતિક્રમણ હોય તે ૫ખી ચોમાસી હોય તો માસી અને સંવત્સરી હોય તે સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. (૩૨) તેમજ પખીના કાઉસગ્નમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસગ્નમાં નવકાર સહિત ચાળીશ લગ્નસને કાઉસ્સગ ચિંતવ. તથા સંબુદ્ધખામણ પખી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.
હરિભદ્રસૂરિકૃત આવશ્યક વૃત્તિમાં વંદનકનિર્યુક્તિની અંદર આવેલી જરિ શમણ એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણાના વિષયમાં કહ્યું છે કે –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org