________________
[ રૂ૪૦ ]
प्राविधिप्रकरण ।
કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ ટાંક પ્રતિક્રમણને માટે આપ્યા. પોતાનો નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયે, અને તેણે તેને બંદીખાનાથી છોડી મૂકી પહેરામણ આપી, અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે.
પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાને સમય. પ્રતિકમણના ૧ દેવસી, ૨ રાઈ, ૩ ૫ખી, ૪ ચોમાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે, એમનો સમય ઉત્સર્ગ માગે કહ્યો છે તે આ પ્રમાણે, ગીતાર્થ પુરૂ સૂર્યબિંબને અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણ ભૂત છે. તેથી દેવસી પ્રતિક્રમણને સમય સૂર્યને અર્ધો અસ્ત એ જ જાણ. પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે –આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાને વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વાર જ સૂર્યોદય થાય, અપવાદ માર્ગથી તો દેવસી પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેરથી અધી રાત્રી સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તે દેવસી પ્રતિક્રમણ બપિરથી માંડી અધી રાત્રી સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઈ પ્રતિક્રમણ મધ્ય રાત્રીથી માંડી બપોર સુધી કરાય. વળી કહ્યું છે કે –“રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્વાડપરિસિ સુધી કરાય છે, અને વ્યવહાર સૂવાના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય. ” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે.
શંકા–પષ્મી પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ પૂનમે કરાય?
ઉત્તર-ચૌદશે જ કરાય એમ અમારું કહેવું છે. જે અમાસે તથા પૂનમે પખી પ્રતિક્રમણ કરાય, તે ચૌદશે તથા પખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી ૫ખી આલોયણ પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમ વચનને વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે કે–દમ ઝટ ચર્થ, તંવર રાકમાણ હજુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદે લીધે નથી. અને જયાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં પાક્ષિક શબ્દ જૂદે લીધે નથી. તે આ રીતે – કૃમિ જરૂરીલુ લાવાતાવરí એ વચન પાક્ષિક ચર્ણિમાં છે. જે સમજાતીનુ ૩પવા જા” એ વચન આવશ્યક પૂર્ણિમાં છે. કેસરથમ ૬
૧ સંવત્સરીએ અટ્ટમ, માસીએ છઠ્ઠ અને ૫ખીએ ઉપવાસ કરે. ૨ આઠમ ચઉદશે ઉપવાસ કર. ૩ તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪ આઠમે તથા પખીએ ઉપવાસ, માસીએ છ૭ અને સંવત્સરીએ અઠ્ઠમ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org