________________
[ ૩૨૪]
મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ જળથી ઓલવાય છે, પણ હારો પ્રતાપ રૂપ નો અગ્નિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે. હે કુમારરાજ ! મહારા તથા બીજા દેવતાની સહાધ્યથી સંપૂર્ણ જગતને વિષે હારું ઇંદ્રની માફક એક છત્ર રાજ્ય થાઓ. લક્ષમીથી ઇંદ્રની બરાબરી કરનારો તું આ લેકમાં સામ્રાજ્ય જોગવતાં છતાં, દેવનાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહે.” - હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, “એ રાક્ષસ મહારે પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તે સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજ્યના ગ્રહણને નિયમ કર્યો છે, અને હમણાં મેં એ રાક્ષસની આગળ પોતે કબૂલ કર્યું છે, કે, “જે તું કહીશ, તે હું કરીશ.” આ મોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડે અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને એક તરફ ફાંસો એવી કહેવત પ્રમાણે હાલ હારી સ્થિતિ થઈ છે. પિતાના વ્રતને વળગી રહીશ રાક્ષસની માગણું ફેકટ જશે, અને રાક્ષસની માગણી સ્વીકારીશ તે સ્વીકારેલા વ્રતને ભંગ થશે. હાય હાય ! અરે રત્નસાર ! તું ઘણું સંકટમાં પડ્યો !! અથવા બીજે ગમે તેવી માગણી કરે તો કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પોતાના વ્રતનો ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે, કારણ કે, પિતાના વ્રતનો ભંગ ન થાય, ત્યારે બાકી શું રહ્યું ! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું પહેરવું તે શા કામનું ?
જ્યાં સુધી દાંત પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરુષે કપૂર ભક્ષણ કરવું. વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ, લેભ વગેરે ગુણે શરીર માફક બાદ જાણવા અને સ્વીકારેલું વ્રત પિતાના જીવ સરખું જાણવું. તુંબને નાશ થએ આરાનું શું પ્રયજન ? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રયોજન ! મૂળ બળી ગયે શાખાનું શું પ્રયજન ? પુણ્યનો ક્ષય થયે ઔષધનું શું પ્રયોજન ? ચિત્ત શૂન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? હાથ કપાઈ ગએ શસ્ત્રોનું શું પ્રયોજન ? તેમજ પિતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થએ દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રયોજન ?”
રત્નસાર કુમારે એ વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત આ રીતે વચન કહ્યું. “હે રાક્ષસરાજ ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજ્ય મહારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તે તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તે આયુષ્યને અંતે જ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હમેશાં દુઃખદાયી છે, માટે સપુરુષ ! મહારા
નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org