________________
પ્રથમ વિન-ચક
|
[ ૩૨૭ ]
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિગમેષી દેવતાને સહજ કૌતુકથી પૂછયું કે, “સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એવો કોઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ લેભવશ થાય છે, તો પછી બીજાની વાત શી ? જેણે ઇંદ્રાદિકને પણ સહજમાં ઘરના દાસ જેવા વશ કરી લીધા, તે લેજનું ત્રણે જગતમાં ખરેખર અદભૂત એકછત્ર સામ્રાજ્ય છે.”
પછી ગમેલી દેવતાએ કહ્યું. “હે ચંદ્રશેખર ! તું કહે છે તે વાત ખરી છે, તે પણ એવી કાંઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રીવાસુસારને રત્નસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિ:સંશય છે. તે રત્નસાર કુમારે ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પિતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા ઇંદ્ર પણ ચલાવી ન શકે. દૂર સુધી પ્રસરી રહેલા અપાર
ભરૂપ જળના મહાપુરમાં બીજા સર્વ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રવેલિની માફક પલળે નહીં એવો છે. ” જેમ સિંહ બીજાનો હોકારો સહન કરી શકતો નથી તેમ નૈગમેલી દેવતાનું વચન ન સહન કરનારે ચંદ્રશેખર દેવતા હારી પરીક્ષા કરવા માટે આવ્યું. પાંજરા સહિત પોપટને તે હરી ગયે. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શુન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસ રૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંક, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે ના સમાન એવા છે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું માટે હે પુરૂષ! મહારા આ સર્વે દુષ્ટ કૃત્યની માફી આપ. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું. “શ્રીધર્મના સમ્યફ પ્રસાદથી હાર સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મહારે હારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ હે શ્રેષ્ઠ દેવતા ! તું નંદીશ્વર આદિ તીર્થને વિષે યાત્રાઓ કર એટલે તેથી હારા દેવતાના ભાવની સફળતા થશે.”
ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરું કુમારના હાથમાં આપ્યું. અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂક્યો. પછી રાજા આદિ લેકોની આગળ કુમારને મહિમા પ્રકટ કહીને ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયે. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બને સ્ત્રીઓને સાથે લઈ પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામંત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યા. તેથી માર્ગમાં જાણ પુરૂષ પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારનો સરકાર ક્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રત્નવિશાળાપુરમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાવ પણ રત્નસારની સારી અદ્ધિનો વિસ્તાર જોઈ ઘણુ શેઠે ની સાથે સામે આવ્યું. પછી રાજાએ તથા વસુસાર આદિ સ્ફોટા શેકીઆઓએ ઘણી ત્રાદ્ધિની સાથે કુમારના નગરીમાં પ્રવેશ કરાવ્યું. પૂર્વ પુર્યની પટુતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org