________________
[ ૩૨૮ ]
श्राद्धविधिप्रकरण ।
કેવી અદ્દભુત છે ! પરસ્પર આદરસત્કાર આદિ ઉચિત કૃત્ય થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પિપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લેકની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સર્વ સાંભળી રાજા વગેરે સર્વે લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદ નામે ગુરૂરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસાર કુમારને પૂર્વભવ ગુરૂ મહારાજને પૂછયે. ત્યારે ચાર જ્ઞાનના ધણ એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા:
હે રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠિપુત્ર, બીજે મંત્રિપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દસ્ત હતા. ધર્મ, અર્થ અને કામથી જેમ ઉત્સાહ શેભે છે, તેમ તે ત્રણ મિત્રોથી રાજકુમાર મૂર્તિમંત ઉત્સાહ સરખે શોભતે હતા. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતું, તે પિતાના ત્રણ મિત્રોનું કલાકોંશલ્ય જોઈ જડમૂઢ એવા પિતાની નિંદા કરતો હતો, અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કેઈ ચોરે ખાતર પાડયું. સુભટોએ તે ચેરને ચોરીના માલ સહિત પકડ્યો. ક્રોધ પામેલા રાજાએ ચોરને ગળી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શૂળી ઉપર ચઢાવનારા લોકો તે ચોરને વધ કરવા લઈ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રીસારકુમારે હરિણીની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચોરને જે.
મહારી માતાનું દ્રવ્ય હરણ કરનાર એ ચેર છે, માટે હું એને પિતે વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લોકોની પાસેથી ચોરને પોતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયા. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારકુમારે “ફરીથી ચોરી કરીશ નહીં.” એમ કહી કોઈ ન જાણે એવી રીતે ચોરને છોડી દીધો. પુરુષોની અપરાધી પુરુષને વિષે પણ અદ્દભુત દયા હોય છે. સર્વે મનુષ્યોને બધા ઠેકાણે પાંચ મિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હેવાથી કોઈએ ચોરને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. “આજ્ઞાભંગ કરે એ રાજાનો શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારને ઘણે તિરસ્કાર કર્યો. તેથી ઘણે દુઃખી થએલે અને રોષ પામેલે શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયો.
માની પુરૂષે પિતાની માનહાનિને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્ર શ્રીસારને આવી મળ્યા. કેમકે-સંદેશ મોકલ પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધની, માથે આપદા આવી પડે ત્યારે મિત્રની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણું એક સાથેના સાથે ચાલતા હતા, પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org