________________
- - -
-
- -
- - -
-
- -
-
-
-
-
-
-
-
-
-
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૩૨૨ ]
જેવી ગાડી ખેડવાના કામમાં ઉજવાથી લેપની યુક્તિ હોય છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પિતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારૂં એવું જેવું અન્ન મળે તેવું સાધુ એએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહને ઉદય, વજનને ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે તપસ્યાને માટે તથા આયુષ્યનો અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરે.
એ વિધિ સાધુ આશ્રયી કો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણો. બીજે સ્થળે પણ કહ્યું છે કે–વિવેકી પુરૂષ શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા વજન સંકટમાં પડયા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભેજન કરવું નહીં કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાકથી, કોધથી, શેકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, પિન્ન થએલા તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરૂને વંદનાદિકનો વેગ ન હેાયતીયોને અથવા ગુરૂને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચખાણ લેવા હોય,
હોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભેજન કરવું નહીં. મા ખમણ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરાકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે–તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવત વગેરે લેકેનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલેકનાં કાચ પણ અઠમ વગેરે તપસ્યાથીજ સિદ્ધ થાય છે, પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભેજન વિધિ કહ્યો છે.
સુશ્રાવક ભજન કરી રહ્યા પછી નવકાર સમરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિ. વડે દેવને તથા ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાંદે. ચાલતી ગાથામાં સુવરવાળારૂ ગુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યા એમ જાણવું.
સ્વાધ્યાયના ભેદ.
-
. હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ–ભજન કરી રહ્યા પછી દિવસચરિમ અર્થવ ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચખાણ ગુરૂ પ્રમુખને બે વાંદણા દઈને અથવા તે વિના ગ્રહણ કરવું. અને ગીતાર્થ મુનિરાજ પાસે અથવા બીજાથ એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યોગ હોય તેમ પાંચ પ્રકારની સાય કરવી. ૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તાના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સયના પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરાને માટે યથા
સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાંચનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org