________________
[ ૩૨૨ ]
નાંખી દઉં? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જાઉં? અથવા અહિં આવીને સૂતેલા પુરૂષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તે તેની પરોણાગત કરવી યોગ્ય છે, કેમકે–સપુરૂષો આપણે ઘેર આવેલા શત્રુની પણ પરણાગત કરે છે, શુક્ર ગુરૂને શત્રુ છે, અને મિનરાશી એ ગુરૂનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક્ર
જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરૂ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરૂષ જાગૃત થાય ત્યાં સુધી પિતાના ભૂતના ટોળાને બોલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ.”
રાક્ષસ એમ વિચાર કરીને ગયે, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણું ભૂતોનાં ટોળાને તેડી લાવે, તો પણ કન્યાનો પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરૂષ પહેલાની માફકજ સૂતે હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ! મૂઢ! બેશરમ ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તે હારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કારભરેલાં વચનથી અને ભૂતાનાં કિલકિલ કવનિથી કુમારની ઊંઘ ઊડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાં જ કહ્યું કે, “અરે રાક્ષસ ! જેમ ભજન કરતા માણસના ભેજનમાં અંતરાય કરો, તેમ સુખે સૂતેલા હારા જેવા એક પરદેશી માણસની નિદ્રામાં તે કેમ ભંગ કર્યો? ૧ ધર્મની નિંદા કરનારો, ૨ પંક્તિને ભેદ કરનારે, ૩ વગર કારણે નિદ્રાને છેદ કરનાર, ૪ ચાલતી કથામાં અંતરાય કરનાર અને પ વગર કારણે રસોઈ કરનાર એ પાંચે પુરુષે અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મહારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.” કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરૂષનું ચરિત્ર જગત્ કરતાં કાંઈ જૂદા પ્રકારનું દેખાય છે ! એના ચરિત્રથી ઇંદ્રનું હૃદય થરથર ધ્રુજે, તે પછી બીજી સાધારણ જીવની શી વાત ! ઘણું આશ્ચર્યની વાત છે કે, એ હારી પાસેથી પિતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કોઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું! કેવું જબરું પરાક્રમ ! કેવી ધીઠાઈ ! અને કેવું નિડર પણું? અથવા ઘણો વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એવો પુરૂષ આજ મહારો અતિથિ થયો છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરૂં.”
એમ ચિંતવી રાક્ષસે કુમારના પગનાં તળિયાં પિતાના કોમળ હાથે ઘી સહિત ઠંડા પાણીવડે થેડી વાર મસળ્યાં. કોઈ કાળે જેવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરૂષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે ! “રાક્ષસ ચાકરની માફક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે” એમ જોઈ કુમારે તુરતજ ઊઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “હે રાક્ષસરાજ! તું હાટે સહનશીલ છે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org