________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
| [ ૩૨૬ ]
સૌધર્માવત સક વિમાન જ ન હોય! એવો સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપે. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં કરેલાં હોવાથી મને હર દેખાતે, સાત માળ હોવાથી સાત દ્વીપની સાત લક્ષમીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એ જોવામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇંદ્રજ ન હોય! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગેખથી વિધ્યપર્વત સરખે દેખાતો, કેઈ સ્થળે કેતન રોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતે, કઈ સ્થળે ઊંચી જાતનાં વૈર્ય રત્ન જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતે, કઈ ભાગમાં પદ્મરાગ રતન જડેલાં હોવાથી સંધ્યાકાળના જે રક્તવર્ણ દેખાતે, કઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મને વેધક શભા ધારણ કરતે, કઈ સ્થળે આકાશ જેવા પારદર્શક ફિટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારે, કેઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલા હોવાથી સૂર્યકિરણના સ્પર્શ વડે ઉત્પન્ન થએલા અગ્નિને ધારણ કરતે, કઈ સ્થળે ચંદ્રકાંત મણિ જડેલા હેવાથી ચંદ્રકિરણના સ્પર્શ વડે અમૃતની વૃદ્ધિ કરનારે એ તે મહેલ હતા.
પુણ્યનો ઘણે ઉદય હોવાથી ચક્રેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એ રત્નસાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભેગવવા લાગ્યું કે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સવર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્ય ભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભકિતથી, દિવ્ય ઋદ્ધિના ભેગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધપણું મેળવ્યું. બેભદ્ર દેવતાએ શાલિભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભેગ આપ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણું અજાયબ વાત છે કે, ચક્રેશ્વરીની સાથે કુમારને માતા, પુત્ર વગેરે કોઈ જાતને સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભાગ પરિપૂર્ણ આખ્યા. અથવા પૂર્વ ભાવના પ્રબળ પુણ્યનો ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે ! ભરત ચક્રવતીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામગ શું નથી જોગવ્યા?
એક વખતે ચંચડ દેવતાએ ચકેશ્વરીની આજ્ઞાથી કનકધ્વજ રાજાને વધૂ વરની શુભ વાર્તાની વધામણ આપી. ઘણા હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીધ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાને પરિવાર લઈ નીકળે. થોડા દિવસમાં કનકધ્વજ રાજા અંત:પુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચ્યા.
શ્રેષ્ઠ શિવે જે ગુરુને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પિપટ, કન્યાઓ વગેરે લોકોએ શીઘ સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યો. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org