________________
પ્રથમ વિન-ચક
|
| [ ૩૨૩ ]
હાય હાય! હે સ્વામિનિ ! ભયની જાણે રાજધાનીજ ન હોય! એવી અટવીમાં એકલી તાપસ પણામાં શી રીતે રહી? દેવની વિચિત્ર ગતિને ધિક્કાર હેજે. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાએ જેમ તિર્યચના ગર્ભમાં રહેવું, કેઈથી સહન ન કરાય એ ઘણો દુઃખદાયક પંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડી બહેન ! આ ભવમાં જ તને તિર્યચપણું પ્રાપ્ત થયું ! દેવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ ! હેન! પૂર્વભવે તે કૌતુથી કેઈને વિગ પડાવ્યો. હશે અને મેં તે વાતની ઉપેક્ષા કરી હશે, તેનું આ કહી ન શકાય તેવું માઠું ફળ મળ્યું. હાય હાય ! દુર્દેવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું હારૂં તિર્યચપણું હવે શી રીતે દૂર થશે ! ” તિલકમંજરી એવો વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શકિતથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતીજ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષમી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એવી કુમાર વગેરેને ઘણે હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રેમરાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરો જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેને ઉતાવળથી એક બીજીને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એવોજ છે.
પછી રત્નસાર કુમારે કૌતુકથી કહ્યું. “તિલકમંજરી ! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે? જે આપવા યોગ્ય હોય તુરત જ આપ. ધર્મની માફક ઓચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કેણ કરે ? ઔચિત્યાદિ દાન, રૂણ ઉતારવું, હેડ ઠરાવેલો પગાર લે, ધર્મ કરો અને રોગ તથા શત્રુને ઉછેદ કરવો હોય તો બિલકુલ વખત ન ગાળ. ક્રોધને જુસ્સો આવ્યું હોય, નદીના પૂરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હેય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવો એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું.”
કુમારનાં વિદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજજા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયે, પરસેવો વળે અને રોમરાજિ વિકસ્વર થઈ. સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યો, તથા કામવિકારથી ઘણું પીડાઈ તે પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, “અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છે એમ માનું છું માટે છે સ્વામિન્ ! હું આપને દાનનું એક આ વ્યાનું આપું છું. એમ આપ નક્કી જાણજે.”, એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પિતાનું મૂર્તિમંત મન જ ન હોય! એ મતીને મને હર હાર કુમારના ગળામાં પહેરાવ્યા. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org