________________
प्रथम दिन - कृत्यप्रकाश |
[ o ]
ર
99
ચેષ્ટા પ્રકટ દેખાતી હાય તે પુરૂષને કાણુ સત્પુરૂષ મેઢે ના હા ના જવાબ સરખા આપે! માતા પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવુ દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખેથી એ મ્હારી ઇચ્છા ફળીભૂત કરશે. ” મનમાં એવી આશા રાખીને વિદ્યાધર રાજાએ શાસ્ત્રી જેમ પેાતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પેાતાનુ સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારીને તેનુ સ્મરણ કર્યું.
કન્યાનું સ્વરૂપ ગ્રુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રકટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળા એવેા વિદ્યાધર રાજા કેટલીક વાર સુધી અશેાકમંજરીને મનાવતા હતા. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યા, તે અશાકમ’જરીને તિરસ્કારરૂપ લાગ્યા. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણી સરખા લાગ્યા. રાખમાં હામ કરવા, જળના પ્રવાહમાં પેશાબ કરવા અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશાકમજરીને વિષે નકામા થયા, તેા પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યો નહીં. ચિત્તભ્રમ રાગવાળા પુરૂષની માફક કામી પુરૂષાના દુરાગ્રહ કહી ન શકાય એવા હેાય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કાંઇ કાર્યને બહાને પેાતાને શહેર ગયા. ત્યારે વેષધારી તાપસ કુમારે હિંડાળાની ક્રીડા કરતાં તને જોયા. તે તાપસ કુમાર હારા ઉપર ભÀા રાખી, પેાતાની હકીકત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી, પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયા, અને મણિરત્નાથી દેદીપ્યમાન પેાતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, “ અરે દેખાતી ભાળી ! ખરેખર ચતુર! અને ખેલવામાં ડાહી! એવી હે ! તું કુમારની તથા બીજા કાઇની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને ત્હારા વશમાં પડેલા મને ઉત્તર સરખા પણુ આપતી નથી ! હજી મ્હારી વાત કબૂલ કર, દુરાગ્રહુ મૂકી દે, નહીં તેા દુ:ખદાયી યમ સરખા હું હારા ઉપર રૂટ થયા એમ સમજ,
""
એવું વચન સાંભળી, મનમાં ધૈય પકડી અશેાકમજરીએ કહ્યું. “ અરે વિદ્યાધર રાજા! છળખળથી શું લાભ થાય! છળવત તથા ખળવ'ત લેાકેાથી કદાચ રાયરૂદ્ધિ આદિ સધાય, પરંતુ કેઈ કાળે પણુ છળબળથી પ્રેમ ન સધાય. બન્ને જણાનાં ચિત્ત પ્રસન્ન હાય તાજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે. જેમ શ્રી વિના લાડવા આંધવા, તેમ સ્નેહ વિનાના સ્ત્રી પુરૂષના પ્રેમ શા કામના ? એવા સ્નેહ વિનાના સબંધ તા જંગલમાં એ લાકડાઓના પણ માંડામાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજો કાણુ પુરૂષ સ્નેહ રહિત ખીજા માણસની મનવાર કરે? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિ મંદ માણસને ધિક્કાર થાશે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org