________________
[ 3
]
प्राविधिप्रकरण ।
થએલી બને કન્યાઓ, વાછરડીઓ પોતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્યઋદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણે કિંમતી માન્યા. પછી રત્નસાર કુમારે કામધેનુ સરખી ચક્રેવરી દેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધ્વજ રાજાની સારી રીતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પાછો પિતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતા તો પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી ઠીક જ છે, દિવ્ય અદ્ધિ જોઈ કોનું મન ઠંડું ન થાય? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવનવા પ્રકારની પરોણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હેવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું.
એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સપુરૂષ! ધન્ય એવા તે જેમ મહારી આ બે કન્યા કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરી પણ કૃતાર્થ કર.” એવી ઘણી વિનતિ કરી ત્યારે કુમારે કબલ કરી. પછી રત્નસાર કુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચક્રેશ્વરી, ચંદ્રચુડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યનાં કિરણ જ્યાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યું ત્યારે વધૂવને જોવા માટે ઉત્સુક થએલા શહેરી લોકોને ઘણે હર્ષ થયો. પછી કનકધ્વજ રાજાએ શક્તિથી અને નીતિઓ જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસાર કુમારને ઘણા ઉત્સવથી પિતાની નગરીમાં પ્રવેશ કરાવ્યું. તે નગરી જ્યાં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શોભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હેવાથી તીર્થંકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી વજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી જ ન હોય ! એવી દેખાતી, વજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તરણની પંકિત જગત્ની લક્ષમીનું ક્રીડાસ્થાન જ ન હોય ! એવી હતી. ત્યાંનાં માણસો ઊંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીત ગાતાં હતાં. પતિ પુત્રવાળી સ્ત્રીઓના હસતાં મુખોથી પધસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રથી નીલ કમળના વન સરખી તે નગરી દેખાતી હતી.
એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરૂષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘડા, દાસ, દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણ પુરૂની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એ રત્નસાર કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org