________________
પ્રથમ હિન-
વારા !
[ ૩૨૨ ]
એટલામાં દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યો. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, “હે સુંદર સારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “હે મહાપંડિત! હારા ભલાને માટે રાખું છું. જે ત્યારે જીવવાની મરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, એ મેના વૃથા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષી જાતિમાં ઉત્તમપણું હોતું જ નથી એમ નથી. ઉત્તમ જી હેતુ વિના એક વચન પણ બેલતા નથી. હવે તને હું રોકું છું, તેને હેતુ જાણવાની ઈચ્છા હોય તે સાંભળ.
આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી બીજે ઇંદ્ર જ ન હોય ! એવો પુરંદર નામે રાજા પૂર્વે થયો. કેઈથી ન પકડાય એ હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુભાંગ્ય જ ન હોય ! એવો કેઈક ચોર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચેરીઓ કરતો હતો. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્ર ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડો જેમ નદીના મહાપુરને રોકી શકતાં નથી, તેમ તલાવ તથા બીજા રખવાળ વગેરે મોટા સુભટો તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતો એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચેરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચહ્યો, તેનાં નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય કલારવને બોલાવી ઘણે ઠપકો દીધે. તલાવે કહ્યું. “હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઈલાજ ચાલતું નથી, તેમ મહારો અથવા મહારા હાથ નીચેના અમલદારને તે ચોર આગળ કોઈ પણ ઉપાય ચાલતે નથી, માટે આપને ઉચિત લાગે તે કરો.” પછી મોટે પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પિતે રાત્રિએ છુપી રીતે ચોરની ખેળ કરવા લાગ્યા.
એક વખતે રાજાએ કોઈ ઠેકાણે ખાત્ર દઈ પાછો જતા તે ચેરને ચેરીને માલ સુદ્ધાં જે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષો શું ન કરી શકે? ધૂતારો બગલો જેમ માછલી પાછળ છાનામાને જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારૂ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યા. તે પૂર્વ ચેરે પાછળ પડેલા રાજાને કઈ પણ રીતે તુરત જ ઓળખે. દેવ અનુકૂળ હોય તે શું ન થાય? ધીઠે અને તરતબુદ્ધિ એવો તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર ચૂકવીને એક મઠમાં ગયે. તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતો. તે મહાશઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઇ પિતાના જીવને ભારભૂત થએલે ચોરીને માલ ત્યાં મૂકી ક્યાંક નાશી ગયે. ખાત્રપાડુ ચારીની શોધખેળ કરનાર રાજા આમતેમ તેને બળતે મઠમાં ગયો. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યું. રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, “હુણ અને ચાર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org