________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૩૦૩ ].
આ મંદિર, તે જ હું તિલકમંજરી અને તે જ એ મહા વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર ! આ મહારે વૃતાંત મેં તને કહો. હે ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરો થયો. હું દરરોજ અહિં આવું છું. મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં હારી બહેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. હે જગતમાં શ્રેષ્ઠ ! હે કુમાર! રૂપ વગેરેથો હારા સરખી એવી કઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ સ્થળે હારા જોવામાં આવી ? ”
તિલકમંજરીએ એ પ્રશ્ન કર્યો ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પેઠે મધુર સ્વરથી કહ્યું કે, “ બીક પામેલી હરણની પેઠે ચંચળ નેત્રવાળી બૅલેકયની અંદર રહેલી સર્વ સ્ત્રીઓમાં શિરોમણું એવી હે તિલકમંજરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્દન હાર જેવી તે કયાંથી? પરંતુ એક અંશથી પણ હારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં આવશે પણ નહીં. કેમકે, જગતમાં જે વસ્તુ હોય, તે જ જોવામાં આવે, ન હોય તે કયાંથી આવે? તથાપિ હે સુંદરી ! દિવ્ય દેહને ધારણ કરનારે, હિંડોળા ઉપર ચઢી બેઠેલો, શોભતી ભજવાનીની અવસ્થામાં આવી પહોંચેલે, લક્ષ્મી દેવી સરખે મને હર એ એક તાપસકુમાર શબરસેના અટવીમાં હારા જોવામાં આવ્યું. તે માત્ર વચનની મધુરતા, રૂપ, આકાર વગેરેથી હારા જે જ હતું. મોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે મહારો આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વપ્ન માફક વિરહ થયે. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે મહારૂં મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હોય એમ મને લાગે છે. તે તાપસ કુમારજ તું છે. અથવા તે તમારી બહેન હશે, એમ મને લાગે છે, કેમ કે, દેવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે. ” કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એવો પોપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યું કે, “હે કુમાર ! એ વાત પહેલેથી જ મેં જાણ હતી. અને તને કહી પણ હતી. હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરેખર કન્યા જ છે છે અને તે પણ એની બહેન જ છે. મહારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયેલ છે, તેથી આજ કેઈ પણ રીતે તેનો મેળાપ થશે.” તિલકમંજરીએ પિપટના એવા વચન સાંભળી કહ્યું કે, “ હે થક !! જગતમાં સારભૂત એવી હારી હેનને જે હું આજે જોઇશ, તે હું નિમિત્તના જાણ એવા હારી કમળવડે પૂજા કરીશ.” કે આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી “હે ચતુર બહુ સારું વચન કહ્યું ” આ પ્રમાણે તે પોપટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નૂપુરથી શોભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળી જ પડતી ન હોય! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબે આકાશપંથ કાપવાથી થાકી ગએલી તથા બીજી હંસીઓ અદેખાઈથી, હંસ અનુરાગ દષ્ટિથી અને કુમાર વગેરે લેકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસાર કુમારના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org