Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 311
________________ [ ૩૦૬ ] श्राद्धविधिप्रकरण । હાથમાં મહાકું ભયંકર તેમર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારું ત્રિશુળ, એક હાથમાં પ્રચંડ લેહદંડ અને બીજા હાથમાં મૂતિ મત પિતાની શક્તિ જ ન હોય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુને નાશ કરવામાં ઘણે નિપુણ એ પટ્ટીશ અને બીજા હાલમાં કોઈ પણ રીતે ફૂટી ન શકે એ દુશ્લેટ, એક હાથમાં વેરી લોકોને વિન્ન કર નારી શતઘી અને બીજા હાથમાં પરચક્ર ને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વિસ હાથમાં અનુક્રમે વીસ આયુધો ધારણ કરી તે વિદ્યાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારે થયો. તેવી જ રીતે એક મુખથી સાંઢ જેમ ત્રાટકાર શબ્દ કરે તેમ હંકારે કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની પેઠે ગર્જના કરતો, ત્રીજા મુખથી સિંહ સરખે સિંહનાદ કરતે, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારું અટ્ટહાસ્ય કરતા, પાંચમાં મુખથી વાસુદેવની માફક મહાટે શંખ વગાડતે, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની પેઠે દિવ્ય મંત્રનો જાપ કરતો, સાતમા મુખથી મહાટે વાનરો જેમ બુક્કારવ કરે છે, તેમ બુક્કારવ કરતે, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતે, નવમા મુખથી ગુરૂ જેમ કુશિષ્યોને તજના કરે છે, તેમ પિતાની સેનાને તર્જના કરતે, તથા દશમાં મુખથી વાદી જેમ પ્રતિવાદીને તિરસ્કાર કરે, તેમ રત્નસાર કુમારને તિરસ્કાર કરતો એ તે વિદ્યાધર રાજા જૂદી જૂદી ચેષ્ટા કરનારાં દશ મુખથી જાણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર ન થયે હાય એ દેખાતો હતો. એક જમણું અને એક ડાબી એવી બે આંખે વડે પિતાની સેના તરફ અવજ્ઞાથી અને ધિક્કારથી જેતે, બે આંખવડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતો, બે આંખવડે પિતાના આયુધને હર્ષથી અને ઉત્કર્ષથી જેતે, બે આંખવડે પોપટને આક્ષેપથી અને દયાથી જેતે, બે આંખવડે હંસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષાથી અને ઉત્સુકતાથી જેતે, બે આંખવડે મયૂરપક્ષી તરફ ઈચછાથી અને કોતકથી તે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉદલાસથી અને ભક્તિથી જેતે, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જેતે, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જોતો એવો તે વિદ્યાધર રાજા પોતાની વસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ આંખ વડે ઉપર કહ્યા મુજબ જૂદા જૂદા વીસ મને વિકાર પેદા કરતો હતો. પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એ, પ્રલય કાળની પેઠે કઈથી ન ખમાય એ અને ઉત્પાતની પેઠે જગતને ભ ઉત્પન્ન કરનાર એ થઈ આકાશમાં ઉછળ્યો. વાનર સરખો પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત્ રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે. ઠીક જ છે, તેવા કર સ્વરૂપ આગલ કોણ સામે ઊભે રહે? કોણ પુરૂષ દાવાગ્નિની બળતી વાલાને પીવા ઈ છે? હશે, બીક પામેલો પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422