________________
[ ૩૦૬ ]
श्राद्धविधिप्रकरण ।
હાથમાં મહાકું ભયંકર તેમર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારું ત્રિશુળ, એક હાથમાં પ્રચંડ લેહદંડ અને બીજા હાથમાં મૂતિ મત પિતાની શક્તિ જ ન હોય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુને નાશ કરવામાં ઘણે નિપુણ એ પટ્ટીશ અને બીજા હાલમાં કોઈ પણ રીતે ફૂટી ન શકે એ દુશ્લેટ, એક હાથમાં વેરી લોકોને વિન્ન કર નારી શતઘી અને બીજા હાથમાં પરચક્ર ને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વિસ હાથમાં અનુક્રમે વીસ આયુધો ધારણ કરી તે વિદ્યાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારે થયો. તેવી જ રીતે એક મુખથી સાંઢ જેમ ત્રાટકાર શબ્દ કરે તેમ હંકારે કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની પેઠે ગર્જના કરતો, ત્રીજા મુખથી સિંહ સરખે સિંહનાદ કરતે, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારું અટ્ટહાસ્ય કરતા, પાંચમાં મુખથી વાસુદેવની માફક મહાટે શંખ વગાડતે, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની પેઠે દિવ્ય મંત્રનો જાપ કરતો, સાતમા મુખથી મહાટે વાનરો જેમ બુક્કારવ કરે છે, તેમ બુક્કારવ કરતે, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતે, નવમા મુખથી ગુરૂ જેમ કુશિષ્યોને તજના કરે છે, તેમ પિતાની સેનાને તર્જના કરતે, તથા દશમાં મુખથી વાદી જેમ પ્રતિવાદીને તિરસ્કાર કરે, તેમ રત્નસાર કુમારને તિરસ્કાર કરતો એ તે વિદ્યાધર રાજા જૂદી જૂદી ચેષ્ટા કરનારાં દશ મુખથી જાણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર ન થયે હાય એ દેખાતો હતો. એક જમણું અને એક ડાબી એવી બે આંખે વડે પિતાની સેના તરફ અવજ્ઞાથી અને ધિક્કારથી જેતે, બે આંખવડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતો, બે આંખવડે પિતાના આયુધને હર્ષથી અને ઉત્કર્ષથી જેતે, બે આંખવડે પોપટને આક્ષેપથી અને દયાથી જેતે, બે આંખવડે હંસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષાથી અને ઉત્સુકતાથી જેતે, બે આંખવડે મયૂરપક્ષી તરફ ઈચછાથી અને કોતકથી તે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉદલાસથી અને ભક્તિથી જેતે, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જેતે, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જોતો એવો તે વિદ્યાધર રાજા પોતાની વસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ આંખ વડે ઉપર કહ્યા મુજબ જૂદા જૂદા વીસ મને વિકાર પેદા કરતો હતો. પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એ, પ્રલય કાળની પેઠે કઈથી ન ખમાય એ અને ઉત્પાતની પેઠે જગતને
ભ ઉત્પન્ન કરનાર એ થઈ આકાશમાં ઉછળ્યો. વાનર સરખો પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત્ રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે.
ઠીક જ છે, તેવા કર સ્વરૂપ આગલ કોણ સામે ઊભે રહે? કોણ પુરૂષ દાવાગ્નિની બળતી વાલાને પીવા ઈ છે? હશે, બીક પામેલો પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org