________________
પ્રથમ દિન-ત્યારા !
[ ૨૦૧ ]
એવા તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તો દૂર રહી ! પણ તમને નાસતાં નાસતાં પણ ભૂમિનો છેડો નહીં આવે.” વિદ્યાધરના સુભટો વીરપુરુષ સરખે પિપટનો એવો હોંકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ કઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમ ન હોય તો એ આ રીતે વિદ્યાધરોને પણ હકારથી શી રીતે બેલાવે? આગળ રહેલા કુમાર કેવો ભયંકર છે ? કોણ જાણે આજ સુધી વિદ્યાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે. એમ છતાં આજ આ એક પિપટને તુચ્છ હેકારો અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરને પણ ભય ઉત્પન્ન કરે એ જેને પોપટ પણ શૂરવીર છે, તે આગળ રહેલ કુમાર કોણ જાણે કે હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તો પણ અજાણ્યાની સાથે કોણ યુદ્ધ કરે ! કાંઈ તરવાને અહંકાર રાખતો હોય તો પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?”
બીક પામેલા, આકુળવ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિદ્યાધરના સુભટ પિપટને હેકાર સાંભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળકો પિતા પાસે જઈને કહે, તેમ તે સુભટેએ પિતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પિતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય ? સુભટનું વચન સાંભળતાં જ વિદ્યાધર રાજાનાં નેત્ર રેષથી રક્તવર્ણ થયાં, અને વિજળીની પેઠે આમતેમ ચમકારે મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ જમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ટ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે, “અરે સુભટો ! શૂરવીરતાને અહંકાર ધારણ કરનારા પણ ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કોઈ દેવતા કે ભવનપતિ તે શું ? અરે રાંક સુભટે! તમે હવે હારું પરાક્રમ જોતા રહો.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાંખનાર ખર્શ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખે બાણને સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારું ધનુષ્ય, એક હાથમાં જાણે પિતાને મૂર્તિમંત યશ જ ન હોય ! એ ગંભીર સ્વરવાળે શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂપ નામને બંધનમાં નાંખનારો નાગપાસ, એક હાથમાં યમરૂપ હાથીના દંત સરખે શત્રુનો નાશ કરનાર ભાલો અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સરખો માટે મુદગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળો બિંદિપાળ, અને બીજા હાથમાં તીક્ષણપણથી જેની કઈ બાબરી ન કરી શકે એવું શલ્ય, એક ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org