________________
[ રૂ૦૪].
श्राद्धविधिप्रकरण ।
ખેળામાં પડી આળોટવા લાગી, અને ઘણી પ્રીતિથી જ કે શું ? કુમારના મેં તરફ ન જતા તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાઓ બોલવા લાગી. “સત્વશાલી) લોકોની પંક્તિમાં માણિજ્યરત્ન સમાન, શરણે આવેલા છ ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર! તું મારી રક્ષા કર. શરણુની અથી એવી હું શરણે જવા ગ્ય એવા હારા શરણે આવી છું. કેમકે, મોટા પુરુષો શરણે આવેલા લોકોને વજીના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખે શીતળ થાય, પરમાણને મેરુ થાય, મેરુને પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઊગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરુષો શરણે આવેલા જીવને કપાંત થયે પણ છોડતા નથી. ધીર પુરુષો શરણે આવેલા જીની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે, અને પ્રાણને પણ તણખલા જે ગણે છે.” પછી રત્નસાર કુમાર કમળ સરખા કમળ એવા તે હંસીના પિચ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો. “હે હંસિ ! બીકણની માફક મનમાં બીક ન રાખ. કઈ મનુષ્યોને રાજા, વિદ્યાધરને રાજા, તથા વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઇંદ્ર પણ મહારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હે હંસિ! મહારા ખોળામાં બેઠી છતાં પૂજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવા પિતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?” એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળવ્યાકુળ થએલી હંસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી.
આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે? એવો સંશય કુમાર વગેરે લેકના મનમાં આવે છે, એટલામાં શત્રુનાં ક્રોડા સુભટનાં ભયંકર વચન તેમને કાને પડ્યાં. તે એવી રીતે કે-“કણ લેકયને અંત કરનારા યમને કપાવે? કોણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કોણ પ્રલય કાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે?” એવાં વચન સાંભળતાં જ ચતુર પોપટના મનમાં શંકા આવી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગ્યો. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણુ શૂરવીર સેના તેના જવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈ દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કે જાણે ક્યા કારણથી પોપટ શૂરવીર પુરુષોનું વ્રત પાળવામાં અગ્રેસર થયે. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુની સેનાને હકારો કરીને કહ્યું કે, “અરે વિદ્યાધર સુભટ! દુછ બુદ્ધિથી કયાં દેડો છે? દેવતાથી પણ ન છતાય એવો કુમાર આગળ બેઠા છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ
કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દેડનારા સપને મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org