________________
પ્રથમ વિના-ચા .
[ ૩૦૭]
ને શરણે ગયો. તેવો ભય આવે બીજો કોણ શરણ લેવા યોગ્ય છે ? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હેકારો કરી બે લાવ્યા. “ અરે કુમાર ! છેટે ચાલ્યા જા, નહિ તે હમણું નાશ પામીશ. અરે દુષ્ટ ! નિર્લજજ ! અમર્યાદ ! નિરંકુશ ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હસીને ખોળામાં લઈને બેઠો છે? અરે ! તને બિલકુલ કોઈની બીક કે શંકા નથી? જેથી તું હારા આગળ હજી ઊભે છે. હે મૂર્ખ ! હમેશાં દુઃખી જીવની માફક તું તરત જ મરણને શરણ થઈશ.”
આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પિપેટ શંકાથી, મયૂરપક્ષી કોતુથી, કમળ સમાં નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત હાસ્ય કરીને કહ્યું. “ અરે ! તે વગર પ્રજને કેમ અહીવરાવે છે? એ બહીવરાવવું કઈ બાળક આગળ ચાલશે, પણ શૂરવીર આગળ નહિ ચાલે. બીજા પક્ષીઓ તાળી વગાડવાથી ડરે છે, પરંતુ પડ૯ વાગે તો પણ ધીઠાઈ રાખનારે મઠમાંને કપોતપક્ષી બિલકુલ નહીં બીએ એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તો પણ હું નહીં મૂકી દઉં. એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે માટે તેને ધિક્કાર થાઓ. અરે! એની આશા છેડીને તું શીધ્ર અહિંથી દૂર થા. નહીં તો હું હારા દશ મસ્તકથી દસ દિક પાળને બળી આપીશ. ”
એટલામાં રતનસાર કુમારને પિતે સહાધ્ય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીધ્ર પિતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવ્યો જ ન હોય! તેમ કુમારની પાસે આવ્યા. પૂર્વભવે કરેલા પુણ્યાની બલિહારી છે ! પછી ચંદ્રચડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં પાડું, અને હારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખ્યું. ” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવાથી તક્ષકાદિકની માફક કુમાર બમણે ઉત્સાહ પામે, અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચઢે છે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢ ત્યારે ચંદ્રચડે શીધ્ર એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુછ કરનારૂં ધનુષ્ય અને બાણનાં માથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલા ધનુષ્યોને હેટો ટંકાર શબ્દ કરતે આગળ આવે. પછી બને મહાન વૈદ્ધાઓએ ધનુષ્યના ટંકારથી દશે દિશાઓને શહેરી કરી નાખે એવું બાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્ય જોડવું અને છોડવું દક્ષ પુરૂ થી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org