________________
[ ૩૦૨ ]
श्राद्धविधिप्रकरण ।।
બહેનની શુદ્ધિ કહે. હે માતાજી! એ વાત હારાથી ન બને તે, “ મેં ભેજનને આ જન્મ છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિને જાણ માણસ પિતાના ઈષ્ટ માણસના અનિષ્ટની કલપના મનમાં આવે તો શું ભજન કરે?” .
| તિલકમંજરીની ભક્તિ, શકિત અને બોલવાની યુતિ જોઈ ચકેશ્વરી દેવી પ્રસન્ન થઈ • શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તે શું ન થાય ? ચાકેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પડે છે. તે વર્લ્સ! તું મનમાં ખેદ કરે છે તે છોડી દે, અને ભેજન કર. અશોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દેવગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “ હારો હારી
હેનની સાથે મેળાપ ક્યાં, કયારે અને કેવી રીતે થશે?” એમ જે તું પૂછતી હોય તે સાંભળ. વૃક્ષોની બહુ ભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મોટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે. તે સમૃદ્ધ અટવીમાં કઈ ઠેકાણે પણ રાજાને હાથ પસી શકતા નથી. તથા સૂર્યનાં કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંનાં (શિયાળી) પણ અંત:પુરમાં રહેલી રાણીઓની પેઠે સૂર્યને કઈ કાળે જોઈ શકતાં નથી. ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી રૂષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત મહેસું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શોભતે રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વતુથી મહિમાને સાર લઈને તે પ્રતિમાં ઘડી કે શું કોણ જાણે! હે તિલકમંજરી! તું તે પ્રશસ્ત અને અતિશયથી જાગતી પ્રતિમાની પૂજા કર, તેથી હારી બહેનને પત્તો મળશે અને મેળાપ પણ થશે. તેમજ તારૂં બીજું પણ સર્વ સારૂં જ થશે. દેવાધિદેવ જિનેવર મહારાજની સેવાથી શું ન થાય? જે તું એમ કહીશ કે, “તે દર મંદિરે પૂજા કરવા દરરેજ હું શી રીતે ? અને પાછી શી રીતે આવું?” તે હે સુંદરી ! હું તેને પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યનો ઉપાય ગડબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તે કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે ગમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એ એક મહારે ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હંસ સરસ્વતીને લઈ જાય છે, તેમ મહારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.”
ચકેશ્વરી દેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથી જ પડે કે શું ? કોણ જાણે. એ મધુર કેકારવ કરનાર એક સુંદર પિંછાવાળો મયરપક્ષી કયાંકથી પ્રકટ થયે. જેની ગતિની કઈ બાબરી ન કરી શકે એવા તે દિવ્ય મયૂરેપક્ષી ઉપર બેસીને તિલકમંજરી દેવીની પેઠે જિનમહારાજની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે અને પાછી જાય છે. જ્યાં તિલકમંજરી આવે છે, તે જ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org