________________
પ્રથમ વિના-પ્રવાસ.
[ ૩૨૬ ].
ક્યાં અને આ તેફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય તેમ આ તેફાની તાપસ કુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને પવન ક્યાં અને કેવી રીતે લઈ ગયે ? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસ કુમારને અસંખ્ય લક્ષ એજન દૂર લઈ જઈને કયાંય સંતાઈ ગયે, માટે તું હવે શીધ્ર પાછા ફર”
ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલે રત્નસાર પિપટના વચનથી પાછા આવ્યું, અને ઘણે ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કે –“હે પવન ! મહારા પ્રેમનું સર્વસવ એવા તાપસ કુમારને હરણ કરી તેં દાવાગ્નિ સરખું ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય! તાપસ કુમારને મુખચંદ્રમા જેઈ મહારા નેત્રરૂપ નીલકમળો કયારે વિકસ્વર થશે ? અમૃતની લહેરી સરખાં સિનગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દષ્ટિવિલાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખે હું તેનાં કલ્પવૃક્ષના પુ૫ સરખાં, અમૃતને પણ તુછ કરનારાં વારંવાર મોંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ?” સ્ત્રીના વિયેગથી દુઃખી થએલા પુરૂષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પોપટે યથાર્થ જે વાત હતી તે આ રીતે કહી:–“હે રત્નસાર! જેને માટે તું શેક કરે છે, તે નક્કી તાપસ કુમાર નથી, પણ કે પુરૂષે પિતાની શક્તિથી રૂપાંતર ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવું હારી ધારણામાં આવે છે. તેના દેખાયેલાં જૂદા જૂદા મનેવિકારથી, મનોહર વચન બોલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજા એવાં જ લક્ષણેથી હું તો નક્કી એમ અનુમાન કરું છું કે, તે એક કન્યા છે. એમ ન હતા તે તેં પૂછયું ત્યારે તેના નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ તે સ્ત્રી જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરૂષને વિષે એવા લક્ષણને સંભવ જ નથી. તે ઘનઘોર પવન નહોતું, પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તો તે પવને પેલા તાપસ કુમારને જ હરણ કર્યો, અને આપણે બે જણાને કેમ છોડી દીધાં ? હું તે નક્કી કહી શકું છું કે, તે કેઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરે એમજ છે. દુષ્ટ દેવ આગળ કેવું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરૂર તને જ વરશે. કેમ કે, કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યને ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે, તેમ તે કન્યા પણ હારા શુભ કર્મને ઉદય થએ દુલ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય પણ શીધ્ર મળશે. કેમ કે, ભાગ્યશાળી પુરૂષોને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કલ્પના કરીને કહું છું તે હારે તે કબૂલ રાખવી. એ તે. સત્યપણું અથવા અસત્યપણું શેડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળે છતાં મુખમાંથી ન ઉચરાય એ આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરૂષને કામની નથી.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org