________________
શથમ હિન-વાર :
[૨૨૨ ]
શાળી તરૂણ વર ઉચિત છે? એક કલ્પલતાને ધારણ કરી શકે એવું એક પણ કલ્પવૃક્ષ નથી, તે બન્નેને ધારણ કરનારે ક્યાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવો એ વર નથી. હાય હાય ! હે કનકધ્વજ ! તું એ કન્યાઓને પિતા થઈને હવે શું કરીશ? વરને લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થએલી આ કન્યાઓની શી ગતિ થશે ?” એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપી ગયેલા કનકધવજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક કાઢવા લાગ્યા. શંકરની દષ્ટિ સામા પુરૂષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તે પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તે ખરી જ! કહ્યું છે કે–પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મહાટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કણકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પિતાની પરિપૂર્ણ
દ્ધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેને અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીત વડે ગાતી જ ન હોય! એમ લાગતી હતી. ત્રણ ગીતામાં મલય પર્વત ઉપરથી આવતા પવનને સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું.
તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થએલી તે બને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કેઈ હાથીના બચ્ચા ઉપર તે કોઈ ઘોડા ઉપર, કઈ ખરચર જાતિના ઘોડા ઉપર, તે કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણે સખીઓને પરિવાર તેમની સાથે નીકળે. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષમી અને સરસ્વતી માફક શોભવા લાગી. શેકને સમૂળ નાશ કરનારા ઘણા અશોકવૃક્ષે જેમાં સર્વત્ર વ્યાપી રહ્યા છે, એવા અશોકવન નામના ઉધાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પોની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પોતાના નેત્રોને મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જાવા લાગી. યૌવનદશામાં આવેલી અશકમંજરી ક્રીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પડેલ ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસવર થયેલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશોકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવૃક્ષ વિકસવાર પુના મિષથી પોતાની રોમરાજી વિકQર કરવા લાગ્યું કે શું ! એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org