________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૨]
પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચંપક, કેતકી, માલતી, મોગરા, કુંદ, મુચકુંદ, ઘણું જ સુગંધી જાતજાતનાં કમળે, હર્ષ ઉત્પન્ન કરનારા ડમરો આદિ પુ તથા પત્ર તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થએલાં કપૂરનાં રજકરણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસ કુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુઓ બરાબર ગોઠવીને રત્નસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુઓ મૂકવાનું કારણ એમ છે કે, તે અટવીમાં સર્વે ઋતુનાં ફળ ફૂલ હંમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, માટે વિસ્તારથી સવે વસ્તુ તાપસ કુમારે મૂકી.
પછી હાટા મનને ધારણ કરનારા રત્નસાર કુમારે તાપસ કુમાર કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘણા આદરથી એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કઈ વખતે ભક્ષણ કરી જ ન હોય ! એવી તે સર્વ વસ્તુઓ ઉપયોગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની એવી જ મહેરબાની હોય છે ! પછી તાપસ કુમાર, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પોપટને તેની જાતને ઉચિત એવાં ફળોથી તૃપ્ત કર્યો. ઘોડાને પણ તેની જાતિને લાયક આસનાવાસના કરી, તથા યોગ્ય વસ્તુ ખવરાવી તાપસ કુમારે થાક વિનાને તથા તૃપ્ત કર્યો. ઠીક જ છે. મહેટા મનવાળો પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક પ્રકારે જાણું પ્રીતિથી તાપસ કુમારને પૂછવા લાગે કે-હે તાપસ કુમાર ! જેને જોતાં જ રામરાજી વિકવર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વત તે કેમ આદર્યું ? સર્વે સંપદાઓને જાણે એક સુરક્ષિત કેટ જ ન હોય! એવું આ હારું સ્વરૂપ કયાં, અને સંસાર ઉપર તિરસકાર ઉત્પન્ન કરનારૂં એવું આ તાપસ વત તે કયાં? જેમ અરણયમાં માલતીનું પુષ્પ કેઈના ભેગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે હારું આ ચાતુર્ય અને સંદર્ય પ્રથમથી જ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાંખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેષ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવાં વલ્કલીને શી રીતે સહન કરી શકે? જેનારની નજરે મૃગજળ પેઠે બંધનમાં નાંખનાર એ આ હારે કેશપાશ કર એવા જટાબંધન સંબંધ સહેવા લાયક નથી. આ હારૂં સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને ચોગ્ય એવા નવનવા ભેગેપગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણી દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસ કુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હોવાથી, ભાગ્યાગથી, માઠા કર્મથી, કેઈના બલાત્કારથી, કોઈ મહાતપસ્વીને શાપ હોવાથી અથવા કોઈ બીજા કારણથી આ કઠણ તપસ્યાને સ્વીકાર કર્યો તે-કહે,”
પિપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org