________________
( [ ૨૧૬ ]
श्राद्धविधिप्रकरण ।
કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પિપટની વાણી મનમાં ધારીને શેક કરે મૂકી દીધો. જાણુ પુરૂષનું વચન શું ન કરી શકે? પછી રત્નસાર કુમાર અને પિપટ તાપસ કુમારને ઈષ્ટદેવની પેઠે સંભારતા છતાં અધરન ઉપર બેસી પૂર્વની પેઠે માર્ગે ચાલવા લાગ્યા. તે બન્ને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહટાં વને, પર્વત, ખીણે, નગર, સરોવરે અને નદીએ ઉલ્લંઘી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડથી ભતું ઉદ્યાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવાં સુગંધી પુષ્પને વિષે ભમતા ભ્રમરોના ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન ન આપતું હેય ! એવું દેખાતું હતું. પછી બને જણા તે ઉદ્યાનમાં જતાં ઘણે હર્ષ પામ્યા, એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની જતી વજાથી “હે કુમાર! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈષ્ટ વસ્તુનો લાભ થશે.” એમ કહી રત્નસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય ! એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયો. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલેવટે યથાવિધિ પૂજા કરીને જાગ્રત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી. “સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થનો ઉપદેશ કરનાર, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને પરમ યોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મ સ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને હાર નમસ્કાર થાઓ. મહાત્મા વંદન કરવા ગ્ય, લરિમીનું અને મંગળનું સ્થાનક તથા ચેગિઓને પુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસ્કાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક હેમરાજી વિકવર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્વાર્થની પ્રાપ્તિ હેવાથી એમ માન્યું કે “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.”
પછી રત્નસાર કુમારે તૃષાથી મંદિરના આગલા ભાગમાં રહેલી શોભારૂપ પીડાયલા માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શોભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત ઐરાવત હાથી ઉપર બેઠેલા ઇંદ્રની પેઠે શમવા લાગ્યો. પછી રત્નસાર કુમારે પોપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી? ” પિોપટે કહ્યું કે, “હે મિત્ર! વિષાદ ન કર. હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શકુન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસ કુમાર મળશે.” એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org